ગુજરાત ક્લિનિકલ એસ્તાબ્લીમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા નોંધણી સત્તામંડળની રચના કરી છે. જેમાં જિલ્લા નોંધણી અધિકારીની ટીમમા ફિઝિયોથેરાપિસ્ટ પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી છે.

સુરતની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના આચાર્ય ડોક્ટર મનમીત કૌર ગિલની સુરત જિલ્લાની જિલ્લા નોંધણી સત્તા સમિતિના ફિઝિયોથેરાપી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન દ્વારા આપવામાં આવેલ સત્તા અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરથી ગુજરાત સ્ટેટ એલાઈડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવા માં આવી છે.
અમદાવાદના ડોક્ટર નેહલ શાહને ગુજરાત રાજ્ય એલાઈડ અને હેલ્થકેર કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફિઝિયોથેરાપીના સભ્ય પ્રતિનિધિ તરીકે સુરતના ડો.રાજીવ લિંબાસિયાઅ અને અમદાવાદના ડો.અમિત પટેલની નિમણૂક કરવામાં આવી છે.


