સુરતઃ પી.પી.સવાણી ગૃપ, સુરત દ્વારા આગામી તા.૧૪ અને તા.૧૫મી ડિસેમ્બરના રોજ અબ્રામા સ્થિત પી.પી.સવાણી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે ૧૧૧ લાડકડી – દિકરીઓના ‘પિયરીયું* લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લગ્ન સમારોહમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, શાંતિ અને સલામતી બરકરાર રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર મોટા વરાછા-અબ્રામા રોડ પર તા.૧૪ અને તા. ૧૫મી ડિસેમ્બરના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી રાત્રે ૨૩:૦૦ વાગ્યા દરમિયાન ટ્રક, ડમ્પર, કન્ટેનર, બસ, મોટા ટ્રેઇલર, જીસીબી જેવા મોટા ભારે વાહનોને ડાયવર્ટ કર્યા છે. વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે મોટા વાહનો સુરત સીટીની હદમાથી આવતા વાહનોને રિંગરોડ સર્કલથી ગોપીન ગામ થઈ ઉમરા થઈ વેલંજા થઈ રંગોલી ચોકડી ડાયવર્ટ કર્યા છે.
જયારે વેલંજા ગામ-રંગોલી ચોકડી અંતરીયાળ રસ્તે – થઈ અબ્રામા પી.પી સવાણી તરફ જતા ભારે વાહનોને કઠોર ગામ થઈને આંબોલી થઈ ને નેશનલ હાઈવે -૪૮ તરફ થઈ શકશે. વેલંજા ગામ રંગોલી ચોકડી થી આવતા ભારે વાહનો રંગોલી ચોકડી તરફ ડાયવર્ટ કર્ય છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.