તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી શુક્રવારે અદાણી જૂથના સ્થાપક ગૌતમ અદાણી અને અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીને મળ્યા હતા. અદાણીએ યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીની સ્થાપના માટે રૂ. 100 કરોડનો ચેક દાનમાં આપ્યો હતો.
Privileged to contribute to the transformative vision and inspiring leadership of @TelanganaCMO Revanth Reddy with the Young India Skills University initiative. Together, we are not just shaping the future of our youth – we are unlocking the boundless potential for a brighter,… https://t.co/ZsjIPSfL6X
— Gautam Adani (@gautam_adani) October 18, 2024
CMOના એક નિવેદનમાં જણાવામાં આવ્યું હતું કે “અદાણીએ કૌશલ્ય વિકાસ અને યુવાનોના સશક્તિકરણ માટે તેલંગાણા રાજ્ય સરકારની પહેલને સતત સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું”. સપ્ટેમ્બર 2024 માં, સીએમ રેવંતે ઉદ્યોગપતિઓ અને બ્લુ ચિપ કંપનીઓને યુનિવર્સિટીમાં ભાગીદાર તરીકે જોડાવા અને કુશળતાને સુધારવા માટે તાલીમ આપવા અને યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરવા માટે આહ્વાન કર્યું હતું.
ગૌતમ અદાણીએ મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીને જણાવ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી, અદાણીકોનેક્સ ડેટા, અંબુજા સિમેન્ટ્સ અને અદાણી એરોસ્પેસ એન્ડ ડિફેન્સ દ્વારા આગામી વર્ષોમાં તેલંગાણામાં રૂ. 12,400 કરોડનું રોકાણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટો માટે જરૂરી સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેકો આપવા માટે રાજય સરકારના સહકારની ખાતરી આપી છે.