સુરતઃ શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા કોમી છમકલા બાદ સુરત પોલીસ ખુબ જ સતર્ક થઈને દરેક તહેવારોમાં ખાસ તકેદારી દાખવી રહી છે, ત્યારે આવનાર નવરાત્રીને ધ્યાનમાં લઈને શહેર પાલીસ દ્વારા શહેરીજનો માટેના ખાસ સુચનો સાથેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નવરાત્રી ગરબાના આયોજકો માટેની સુચનાઓ
સુરત શહેર હદ વિસ્તારમાં જાહેર અને ખાનગી સ્થળોએ યોજાતા તમામ ગરબા, રાસ, રામલીલા કે દાંડીયારાસ કાર્યક્રમના આયોજકોએ કાયદો અને વ્યસ્થાની જાળવણી, મહિલાઓની સુરક્ષા અને ટ્રાફીક નિયમન અંગે નીચે મુજબની સુચનાઓ કરવામાં આવે છે.
- ગરબા/કાર્યક્રમના સ્થળ તેમજ પાકીંગના સ્થળ સંપુર્ણ અને પુરતા પ્રકાશિત રહેવા જોઈએ.
- મોટા ગરબાના સ્થળોએ પાર્કીંગની જગ્યા, ખાણી પીણીની જગ્યા, ખેલૈયાઓની જગ્યા અને જોનાર પ્રેક્ષકો બેસે તે જગ્યા સહિત સમગ્ર કાર્યક્રમને આવરી લે તેવી CCTV / વિડીયો રેકોર્ડીંગની સુવીધા આયોજકોએ ફરજીયાત કરવાની રહેશે અને CCTV કેમેરા પુરતી સંખ્યામાં અને યોગ્ય ગુણવત્તા મુજબ નાઇટ વિઝન કેમેરા લગાવવાના રહેશે અને આ રેકોર્ડીંગની એક નકલ બીજા દિવસે ક.૧૨/૦૦ સુધી અવશ્ય સ્થાનિક પો.સ્ટે. જમા કરાવવાની રહેશે. તેમજ રેકર્ડની નકલ ઓછામાં ઓછા ૩૦ દીવસ સુધી જાળવી રાખવાની રહેશે.
- મોટા ગરબામાં આવતા તમામ વ્યકિતઓની ડોર ફ્રેમ મેટલ ડીટેકટર (DFMD), હેન્ડ હેલ્ડ મેટલ ડીટેક્ટર (HHMD) થી ચેકીંગ અને ફિસ્કીંગ કરવાનું રહેશે. મહિલાઓ માટે ફરજીયાત મહીલા સુરક્ષા કર્મચારી દ્વારા ચેકીંગ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે તેમજ મહીલાઓના ચેકીંગ માટે અલગથી એનકલોઝર બનાવવાના રહેશે. ગરબા શરૂ થતાં પહેલાં દરરોજ કાર્યક્રમ સ્થળનું સંપુર્ણ ચેકીંગ કરી કોઈ શંકાસ્પદ કે બીનવારસી ચીજવસ્તુઓ કે સ્ફોટક પદાર્થો ન હોવાની ખાત્રી આયોજકોએ કરવાની રહેશે
- મોટા ગરબાના સ્થળે કોઈપણ પ્રકારનું બેગ, પેકેટ, પાર્સલ, સ્ફોટક અને જવલનશીલ પદાર્થો વિગેરે લઈ જવા પર પ્રતિબંઘ રહેશે.
- ગરબા રમનાર લોકોના સામાન મૂકવા માટે ગરબા ની જગ્યાએથી થોડે દુર સામાન રાખવા લોકર અથવા વૈકલ્પીક વ્યવસ્થા કરવાની
- મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ રાઉન્ડ ધી ક્લોક પ્રાઇવેટ સિક્યુરીટી/સ્વયંસેવકોની (૨૪ કલાક) વ્યવસ્થા રાખવાની રહેશે.
- મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ પ્રેક્ષકો ગરબા રમવાની જગ્યામાં ઊભા રહેવાની કે ફરવાની છુટ આપી શકશે નહી અને ગરબા રમવાના સ્થળ અને પ્રેક્ષકો વચ્ચે જરૂરી બેરીકેડીંગ કરવાનું રહેશે અથવા બંનેને અલગ પાસ આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના તા.૧૩/૦૬/૨૦૧૯ ના નોઇઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કન્ટ્રોલ) રુલ્સ લાઉડ સ્પીકરને નવરાત્રીના તહેવાર દરમ્યાન ક.૨૪/૦૦ (રાત્રીના ક.૧૨/૦૦ સુધી) જ ચાલુ રાખવાની પરવાનગી હોય તેનો બીનચુકે અને અવશ્યપણે અમલ કરવાનો રહેશે.
- > નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાત્રીના સમયે લાઉડ સ્પીકર/ડી.જે-સાઉન્ડ દ્વારા ઉત્પન્ન થતા અવાજની તીવ્રતા નિયત કરેલ ડેસીબલથી વધે નહી તેમજ રાત્રિના સમયે લાઉડ-સ્પીકર વગાડવા બાબતે સમય મર્યાદા નક્કી કરેલ હોય નવરાત્રી મહોત્સવની ઉજવણી અન્વયે રાત્રે સમય મર્યાદા બહાર લાઉડ-સ્પીકરો વગાડવા-નહી.
- ખાનગી સ્થળોએ યોજાતા મોટા ગરબાના સ્થળોએ આયોજન મુજબ પુરતા પ્રમાણમાં વાહનોના પાર્કીંગની સુવીધા રાખવાની રહેશે. પાર્કીંગની અપુરતી સુવીધા વાળા મોટા ગરબાના આયોજકોને કાર્યક્રમની પરવાનગી આપવામાં આવશે નહી. પાર્કીંગની જગ્યા ગરબાની જગ્યાએથી થોડે દુર હોય તે જોવાનું રહેશે
- પાર્કિંગના સ્થળે અને ગરબાના પ્રવેશ ધ્વાર (Entry) અને નિકાસ વાર (Exit) ઉપર જરૂરી સંખ્યામાં ખાનગી સીકયુરીટીના માણસો અથવા સ્વયંસેવકો મુકવાના રહેશે અને ટ્રાફીક નિયમન કરવાનું રહેશે.
- પાર્કીંગમાં વાહનોની સલામતી/ચોરી અંગે વિશેષ તકેદારી રાખવાની રહેશે.
- પાર્કિંગની જગ્યા સિવાય અન્ય કોઇ જગ્યાએ જાહેર રોડ ઉપર વાહનો પાર્ક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે.
- ગરબાના આયોજકોએ એસ.એમ.સી. હેલ્થ, ફાયર અને સેફટી વિભાગ આર એન્ડ બી.(ઈલેક્ટ્રીક) પાસેથી વાયરીંગ અને ઈલેક્ટ્રીક ફીટીંગ બાબતેની એન.ઓ.સી. તેમજ સરકારી અન્ય વિભાગની જરૂરી પરવાનગી મેળવી લેવાની રહેશે.
- મોટા ગરબા સ્થળોએ ખાણી પીણા વેચવાની જગ્યા કે સ્ટોલ ગરબાના મુખ્ય સ્થળથી અલગ અને દુર રાખવી અને આ અંગે SMC ના સબંધીત વિભાગના જરૂરી લાઈસન્સ મેળવી લેવાના રહેશે.
- ગરબા કાર્યક્રમના સ્થળોએ કે સ્ટેજ પર કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા કે આતશબાજી કરવાની રહેશે નહીં.
- ગરબા કાર્યક્રમના સ્થળોએ જરૂરી અને પુરતી સંખ્યામાં ફાયર ફાયટીંગ/આગ ઓલવવાના જરૂરી સાધનો (Fire Extinguishers) અને ફાયર સેફટીના સાધનો રાખવાના રહેશે.
- ગરબા કાર્યક્રમના સ્થળોએ વૈકલ્પિક પાવર સપ્લાયની સુવિધા રાખી જરૂરી માત્રામાં પાવર જનરેટર સ્ટેન્ડબાય અને ઉપલબ્ધ રાખવાના રહેશે તેમજ સ્વયં સેવકોએ હાથમાં ટોર્ચ રાખવાની રહેશે.
- મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ આયોજકોએ જરૂરી પ્રાથમિક સારવાર અને એમબ્યુલન્સની સુવિધા રાખવાની રહેશે.
- ગરબા કાર્યક્રમના સ્થળોએ ઇમરજન્સી સેવાઓ જેવીકે ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ કન્ટ્રોલ રૂમ અને નજીકના પોલીસ સ્ટેશનના નંબરોના સ્પષ્ટ દેખાય તેવા સ્થળોએ મોટા બેનરો રાખવાના રહેશે.
- મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ આયોજકોએ ટ્રાફીક જાગૃતિ, મહીલા સલામતી, ૧૦૦ પોલીસ કંટ્રોલ રૂમ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, વ્યસન મુક્તિ કે સ્વચ્છતા અને પ્લાસ્ટીકના ઉપયોગ ઘટાડવા સબંધી જાગૃતિ માટેના હોડીંગસ જરૂરી લાઈટીંગ સાથે કાર્યક્રમ સ્થળે સ્પષ્ટ દેખાય તેવા મોકાના સ્થળોએ લગાવવાના રહેશે.
નવરાત્રી અનુસંધાને ખેલૈયાઓ માટેની સુચનાઓ
સુરત શહેર હદ વિસ્તારમાં જાહેર અને ખાનગી સ્થળોએ યોજાતા તમામ ગરબા, રાસ, રામલીલા કે દાંડીયારાસ કાર્યક્રમમાં ભાગ લેતા ખેલૈયાઓ અને નાગરીકોને કાયદો અને વ્યસ્થાની જાળવણી, મહિલાઓની સુરક્ષા અને ટ્રાફીક નિયમન અંગે નીચે મુજબની સુચનાઓ કરવામાં આવે છે.
- ✓ જે કાર્યક્રમમાં ગરબા રમવા કે જોવા માટે જવાના હોય તે જગ્યાની માહિતી અને સાથે જનારા સાથીદારો/મિત્રોના
- મોબાઇલફોન નંબરની વિગત પરિવારજનો ને આપીને જવુ.
- ✓ શક્ય હોય ત્યાં સુધી ઘર કે કુટુંબના સભ્યની સાથે જવાનો
- આપનો મોબાઇલ નંબર પરિચિત તથા વિશ્વનીય વ્યક્તિને જ આપવો.
- આપના મોબાઇલ ફોનના સેટીંગમાં ગુગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ પર રાખવું.
- ✓ અજાણી અથવા ટુંકા પરિચયવાળી વ્યક્તિઓ ધ્વારા ઓફર કરાયેલ પીવાના પીણા, કોલ્ડ ડ્રીંક કે ખાધ્ય પદાર્થ ખાવાનું ટાળવું.
- ✓ અજાણી કે અપરીચીત વ્યકતિઓ સાથે સોશીયલ મિડીયા પર વ્યકતિગત બાબતો, ફોટોગ્રાફસ કે વિડીયો શેર ન કરવા.
- સોશીયલ નેટવર્કિંગ સાઇટ ધ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે પુરતી સતર્કતા દાખવવી.
- સોશીયલ નેટવર્કિંગ સાઈટ અથવા અન્ય રીતે આપનો પીછો કરતી વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરી મદદ મેળવવી.
- ✓ ગરબામાં આપના પરિચિત ગૃપમાં જ રહો.
- અજાણી વ્યક્તિની લિફ્ટ લેવાનુ કે આપવાનું ટાળવું.
- કોઇપણ અજાણી કે અપરીચીર વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરૂ જગ્યાએ ન જાઓ. ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો માર્ગ હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરો.
- ✓અજાણી વ્યક્તિ છુપા કેમેરા કે મોબાઈલથી આપનું શુટીંગ ના કરે તેની કાળજી રાખો અને આવું ધ્યાને આવે તો સ્થાનીક પોલીસની મદદ મેળવવી.
- આપણા દરેકમાં કુદરતે શક્તિ આપેલ છે જેથી વિપરીત પરિસ્થિતીમાં પણ ભયથી દૂર રહી પોતાની દિમાગી અને શારીરિક શક્તિનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવું.
- રાત્રીના સમયે અગર કોઈ મહિલાને વાહન ન મળતુ હોય તો ડાયલ ૧૦૦ ઉપર પોલીસને જાણ કરવી પોલીસ ધર સુધી સુરક્ષિત પહોચાડવા વ્યવસ્થા કરશે.
- જયારે પણ કોઇપણ શંકા જાય ત્યારે બુમ પાડી મદદ મેળવવામાં જારાપણ નહીં અચકાવ.
- સાવચેત રહો અને સુરક્ષિત બનો અને ગર્વથી નવરાત્રીના તહેવારોનો આનંદ માણો.
- ગરબા કાર્યક્રમમાં જતા આવતા ટ્રાફીકના નિયમોનું અવશ્ય પાલન કરવું.
- ટુ વ્હીલર વાહન ચાલકે હેલમેટ અવશ્ય પહેરવું તથા ફોર વ્હીલ ચાલકે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો.
- નિયત કરાયેલ પાર્કીંગના સ્થળ સિવાય અન્ય સ્થળોએ આપનું વાહન પાર્ક કરવું નહી.
- અવાવરૂ જગ્યા તેમજ સુમસાન જગ્યાઓ ઉપર એકલા જવાનુ ટાળવુ.
- કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ૧૦૦ નંબર કે મહીલા હેલ્પલાઈન ૧૦૯૧ નંબર, ૧૮૧ અભયમ સેવા ઉપર અથવા સુરત શહેર પોલીસ કન્ટ્રોલના વોટસઅપ નંબર ૯૦૮૧૯૯૧૧૦૦ થી પોલીસની મદદ મેળવો.
આટલુ કરશો
(૧) જાહેર જગ્યાએ બિનવારસી કે શંકાસ્પદ પદાર્થ જોવા મળે તો પોલીસને તુરત જ જાણ કરશો.
(૨) બિનવારસી શંકાસ્પદ પદાર્થની અજાણ્યા પ્રજાજનો અને બાળકોને દૂર રહેવા ચેતવશો.
(૩) બસ, રિક્ષા ટેક્સીમાં શંકાસ્પદ વસ્તુઓ જેમ કે ટ્રાન્ઝીસ્ટર, ટીફીન બોક્ષ દેખાય તો વાહનો રોકાવીને તુરંત જ પોલીસ ને જાણ કરશો.
(૪) અજાણ્યા તેમજ શંકાસ્પદ હિલચાલ કરતી વ્યકતિ ઉપર નજર રાખશો અને વહેલામાં વહેલી તકે તે બાબતે પોલીસ ને વાકેફ કરશો.
(૫) કોઈપણ ઘટના બાબની સત્યતાની ખાતરી કરવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો. (ટેનં. ૨૨૪૧૩૦૧, ૨૨૪૧૩૦૨, ૨૨૪૧૩૦૩, ૧૦૦ તથા મહિલા હેલ્પ લાઈન નં. ૧૦૯૧)
(૬) સાર્વજનિક પ્રસંગો અને તહેવારો દરમિયાન ચેકીંગ કે પુછપરછ કરતા પોલીસ સ્ટાફને સાથ સહકાર આપશો.
(૭) ક્ષુલ્લક કે નજીવી બાબતોને લઈ અફવા ફેલાવવી નહીં. જેથી તંગદીલી ફેલાય નહિ.
(૮) કોમી એખલાસ અને ભાઈચારો જાળવવામાં અંત:કરણથી પ્રયાસ કરશો.
(૯) જનસેવા એ જ પ્રભુ સેવા સમજી માનવ ધર્મનુ પાલન કરશો.
(૧૦) કોઈ શંકાસ્પદ બાબતો જણાય તો તે અંગે પોલીસને જાણ કરશો.
આટલુ કરશો નહિ
(૧) અજાણી ચીજ વસ્તુઓ કે શંકાસ્પદ પદાર્થને અડશો નહિ.
(૨) બસ, રિક્ષા કે ટેક્સીમાં ટ્રાન્ઝીસ્ટર કે ટીફીન બોક્ષ બિનવારસી પડેલ હોય તો તે જીજ્ઞાસાથી પણ ખોલશો નહિ.
(૩) કચરાપેટી કે અજાણી જગ્યાએ ગોળાકાર કે નળાકાર સ્વરૂપની અજાણી કે શંકાસ્પદ ચીજ વસ્તુઓની આસપાસ બાળકોને રમવા દેશો નહિ.
(૪) કોઈ આકસ્મિક ઘટના બને તો ઉશ્કેરણી કરશો નહિ, તંગદિલી ફેલાવશો નહિ કે વિકૃત સ્વરૂપે વાત વહેતી કરશો નહિ.
(૫) પોલીસ/સુરક્ષાબળની ફરજમાં અડચણ કે વિઘ્ન પેદા કરશો નહિ.
(૬) અફવા માનશો નહિ અને ફેલાવશો નહિ.
(૭) પબ્લીક વાહનો જેવા કે બસો, ટેકસી, રિક્ષા વિગેરેમાં શંકાસ્પદ પદાર્થ કે ચીજ વસ્તુ દેખાય તો પોલીસ ચકાસણી પહેલા ડ્રાઈવર કે કલીનર ગાડી ચાલુ કરશો નહિ.