By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દિવાળીમાં મુસાફરોની સુવિધા માટે 2200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: હર્ષ સંઘવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > દિવાળીમાં મુસાફરોની સુવિધા માટે 2200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: હર્ષ સંઘવી
ગુજરાતસિટી ન્યૂઝસુરત

દિવાળીમાં મુસાફરોની સુવિધા માટે 2200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: હર્ષ સંઘવી

Hotline News
Last updated: September 14, 2024 5:48 PM
Hotline News - Editor Published September 14, 2024
SHARE
  • તા.૨૬થી ૩૦ ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ દોડશે બસો
  • આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે
  • એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ તથા GSRTC એપ પરથી કરાવી શકાશે

સુરત:શનિવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.૨૬થી ૩૦ ઓક્ટોબર દરમિયાન સુરતથી ૨૨૦૦ એકસ્ટ્રા બસો દોડાવશે એમ વાહનવ્યવહાર, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

               સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતાં વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદ્રઢ માળખું બનાવ્યું છે. રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજની ૮૦૦૦થી વધુ બસો ૩૨ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૩ થી ૨૭ લાખ જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે.

              મંત્રીએ કહ્યું કે,  દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી ૩૦મી ઓક્ટો. દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ ૨૨૦૦ જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.

             રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે ૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

                મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ દ્વારા ઉધના બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. તા.૧૪/૦૯/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ દરમ્યાન એકસ્ટ્રા બસોનું ગૃપબુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપોથી કરી શકાશે સાથોસાથ બસોનું એડવાન્સ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ, ઉધના બસ સ્ટેશનો, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાશે.

             તા.૨૬ થી તા.૩૦ ઓક્ટો. દરમિયાન સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસો ધારૂકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફની બસો એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે.

           વધુમાં ટ્રાફિકના ધસારાને ધ્યાને લઇ તા.૩૧/૧૦/૨૦૨૪ થી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભ પાંચમ) સુધી વડોદરા, અમદાવાદનું એકસ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડશે.

            પ્રેસ કોન્ફરન્સમાં એસટીના વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, DME જય એન.ભાંભરે, સેકન્ડ DME ઓ.જી.સુરતી, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

#Suratharsh sanghvist bus
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
‘સેલિબ્રિટીઝનો પ્રભાવ…’, ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને આપ્યો ઝટકો
Hotline News Hotline News September 18, 2025
OTT સામગ્રી વિશે જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા : ગાળો – અશ્લીલ દ્રશ્યો સેન્સર કરવામાં આવશે
આ 6 દેશો રંગોમાં રંગાઈ જાય છે : જાણો ભારત સિવાય બીજે ક્યાં હોળી ઉજવવામાં આવે છે!
ચેતવણી! ChatGPT પર ચુપચાપ સેવ કરવામાં આવી રહી છે તમારી માહિતી, બચવા માટે 5 રીતોને અનુસરો
રિવાબા મંત્રી બન્યા બાદ પહેલીવાર દિલ્હીમાં રવિન્દ્ર જાડેજા સાથે PM મોદીને મળ્યા, જાણો શું લખ્યું?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

Hotline News Hotline News July 6, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?