By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    નીતિ આયોગ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    નીતિ આયોગ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    નીતિ આયોગ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    નીતિ આયોગ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    નીતિ આયોગ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની નેમ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની નેમ
Top Newsગુજરાત

ગુજરાતને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની નેમ

Hotline News
Last updated: July 27, 2024 5:39 PM
Hotline News - Editor Published July 27, 2024
નીતિ આયોગ
SHARE
  • વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સિલની નવમી બેઠક સંપન્ન
  • ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ
  • વિકસિત ભારત@2047ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રી
  • વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર કર્યો છે
  • બે મુખ્ય પિલ્લર અર્નિંગ વેલ અને લિવિંગ વેલ પર આધારિત આ રોડમેપથી નાગરિકોની જીવન સ્તરને સર્વોત્તમ અને સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવીશું
  • નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્‍સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની સ્થાપના કરાશે

નવી દિલ્હી: ​વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર કર્યો છે.

​‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન સ્તરને બહેતર અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાનાં લક્ષ્યો સાથે રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ લક્ષ્યો સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્‍સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી.

​વડાપ્રધાનના વિચાર મંત્ર ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસને આધાર બનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ ગુજરાતે કર્યો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ​તેમણે કહ્યું કે, દેશની જનસંખ્યાના પાંચ ટકા જેટલી વસ્તી ધરાવતા ગુજરાતે ૨૦૨૨-૨૩ના વર્ષમાં જી.ડી.પી.માં ૮.૩ ટકાનું યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, દેશની અર્થવ્યવસ્થામાં પણ ગુજરાત ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે પી.એમ. ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવનીતિ, શ્રીઅન્ન (મિલેટ), પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, એમ.એસ.એમ.ઈ., અમૃત સરોવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકારની વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝન માટે લેવાઈ રહેલા નક્કર આયોજનો-પગલાંઓની વિસ્તૃત ભૂમિકા આ બેઠકમાં આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડા પ્રધાનશ્રીના દિશા દર્શનમાં આત્મનિર્ભર ભારતથી જ વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત થઈ શકે અને એ માટે આપણે સામુહિક પ્રયાસોથી એવા નિર્ણયો લેવા જોઈએ તથા એવી નીતિઓ બનાવવી જોઈએ જેથી આપણે વિશ્વના સૌથી મોટા મૅન્યુફેક્ચરિંગ હબ બની શકીએ. તેમણે એમ પણ કહ્યું કે, આપણા ઉત્પાદનો વૈશ્વિક કક્ષાના હોય અને માત્ર દેશની સપ્લાય ચેઇનનો હિસ્સો ન બની રહે પરંતુ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પણ મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે.

વડાપ્રધાનએ આપેલા આ વિઝન તેમજ વિકસિત ભારત માટે ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાત આગળ ધપાવી રહ્યું છે, તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જાન્યુઆરી-૨૦૨૪માં યોજાયેલી વાઇબ્રન્‍ટ સમિટમાં ગુજરાતે સેમિકન્‍ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું કદમ ભર્યું છે તેનો લાભ સમગ્ર દેશ અને વિશ્વને થશે. એટલું જ નહીં, ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્‍ડક્ટર ચીપનું ઉત્પાદન થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭ માટે જરૂરી સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા સેમિકન્ડક્ટર્સ, બ્લોકચેઈન અને એ.આઈ. વગેરે જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને ‘મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના’ના માધ્યમથી અત્યારથી જ તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર રાજ્ય સરકારે ફોકસ કર્યું છે.

વડાપ્રધાનએ આપેલા ગ્રીન ગ્રોથના વિચારને સાકાર કરવાની દિશામાં સોલાર રૂફટૉપ સ્કીમનાં વ્યાપક અમલ અને કચ્છમાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા ગુજરાત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર એમ બન્ને સેક્ટરને સમાન મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વૈશ્વિક નિકાસની માંગને અનુરૂપ બનાવ્યા છે. રાજ્યમાં ૪૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે તેમાંથી ૯ લાખ જેટલા ખેડૂતો ૭ લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે તેમના વડાપ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે તેમાં વિકસિત ભારતનું વડાપ્રધાનનું વિઝન પ્રેરણાદાયી બનશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ગુજરાત વિકસિત ભારતના આ વિઝનને ચરિતાર્થ કરવા સંકલ્પબદ્ધ પ્રયાસો સાથે સહભાગી બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ નીતિ આયોગની આ ગવર્નિંગ કાઉન્‍સિલની બેઠકમાં આપ્યો હતો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નીતિ આયોગ
Top Newsભારત
આ મકરસંક્રાંતિ પર ખિચડી નહીં બને? જાણો શા માટે પંડિતો આવું કહી રહ્યા છે
Hotline News Hotline News January 13, 2026
અદાણી એન્ટરપ્રાઇઝે તેના કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું
ધર્મેન્દ્રની આંખની સર્જરી : ચાહકોને સંદેશ ‘મારી પાસે હજુ પણ ઘણી ઉર્જા છે’ : ફેન્સ ચિંતામાં
કોર્ટે 7 વર્ષની જૈન બાળકી પર દીક્ષા લેવા પર પ્રતિબંધ મૂક્યો, પિતાની અરજી પર મહત્વનો નિર્ણય
મેદાની વિસ્તારોમાં ‘હિમાલયની સુનામી’… રાજસ્થાન-પંજાબથી જમ્મુ સુધી વરસાદને કારણે આટલો બધો વિનાશ શા માટે થઈ રહ્યો છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

નીતિ આયોગ
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
નીતિ આયોગ
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
નીતિ આયોગ
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?