સુરત: સુરત શહેરમાં મેટ્રોરેલ પ્રોજેકટ અન્વયે મોટા વરાછાથી સરીતા સાગર સોસાયટી ચીકુવાડી ગાર્ડન સુધીના આવતા જતા ઓવરબ્રિજને કાપોદ્રા CNG ચીકુવાડી પાસે ખાડી ઉપર કે જ્યાં બ્રિજ કલાકુંજ તરફ ઉતરે છે તથા ઝડફીયા સર્કલથી બ્રિજ ઉપર જે જગ્યાએ જોઇન્ટ થાય છે ત્યાંથી બંધ કરી મેટ્રો રેલની કામગીરી દરમ્યાન ટ્રાફિક સુચારુ રીતે ચાલે અને ટ્રાફિકની કોઇ સમસ્યા ઉદભવે નહીં તે હેતુસર આ રુટ પર તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તથા પાર્કિંગ કરવા ઉપર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ માટે વૈકલ્પિક રુટ
(૧) મોટા વરાછાથી સરીતા સાગર સોસાયટી તરફ જતા તમામ વાહનો કલાકુંજ સોસાયટી ખાતે ઉતરી જમણી બાજુ વળી સીધા આગળ જઇ હરીકુંજ વિભાગ-૦૧ સોસાયટીથી ડાબી બાજુ વળી સીધા આગળ જઇ ક્રિષ્ના ગરબા & ડાન્સ સ્કુલ પાસે આવેલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા આગળ જઇ સરીતા સાગર સોસાયટી થઇ જે તે વિસ્તારમાં જઇ શકશે.
(૨) સરીતા સાગર સોસાયટીથી નવા ઓવરબ્રીજ થઇ મોટા વરાછા તરફ જતા તમામ વાહનો સરીતા સાગર સોસાયટીથી સીધા આગળ જઇ મહર્ષિ કણાદ પ્રાથમિક શાળા નં-૯૮ ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા આગળ જઇ ભગવતી કોમ્પેલેક્ષ પાસે આવેલ ચાર રસ્તાથી સીધા આગળ જઇ ઝડફીયા સર્કલથી જમણી બાજુ વળી ચીકુવાડી ખાડી પાસેથી ઓવરબ્રીજ જવા માટેના બ્રીજ ઉપર થઇ મોટા વરાછા તરફ જઇ શકશે.
(૩) ઝડફીયા સર્કલથી મોટા વરાછા તરફ જતો ચડતો ઓવરબ્રીજ ચાલુ રાખવામાં આવનાર છે. (૪) મોટા વરાછાથી કલાકુંજ તરફ ઉતરતો બ્રીજ(રોડ) ચાલુ રાખવામાં આવનાર છે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.