By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પોતાના જન્મ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પોતાના જન્મ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો
Top Newsગુજરાત

પોતાના જન્મ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો

Hotline News
Last updated: July 15, 2024 6:54 AM
Hotline News - Editor Published July 15, 2024
SHARE

મુખ્યમંત્રી ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.

ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યમાં સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાંદર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.

કડવા પાટીદાર પરિવારમાં થયો હતો જન્મ
ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા
તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમણી નવી ગુજરાત આઇ.ટી. નિતી જાહેર કરી હતી. સમાન નાગરિક કાયદાના અમલ માટે સમિતિ રચવામાં ગુજરાત સરકારે પ્રથમ પગલાં લીધા હતા. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર વિજય મેળવ્યા અને સતત ૭મી વખત સરકારની રચના કરી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
આયુષ્માન યોજના કૌભાંડ : 3000 હોસ્પિટલો સામે કાર્યવાહી
Hotline News Hotline News March 12, 2025
ધારાવીના રહેવાસીઓ માટે યુથ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરાયો
શ્રી કૃષ્ણના 7 મંત્ર પરેશાનીઓ દૂર કરી શકે છે, જન્માષ્ટમીના દિવસે જાપ કરો
હનુમાન ચાલીસા જ મારા ફોનમાં વાગતું રહે છે : હાર્દિક પંડ્યા
15 વર્ષ જેલમાં રહ્યા બાદ, હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પતિ-પત્નીને IVF કરાવવા માટે પેરોલ મળ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?