By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતના સૌ પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટ પર પ્રથમ કન્ટેનર શિપનું આગમન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ભારતના સૌ પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટ પર પ્રથમ કન્ટેનર શિપનું આગમન
Top Newsબિઝનેસભારત

ભારતના સૌ પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટ પર પ્રથમ કન્ટેનર શિપનું આગમન

Hotline News
Last updated: July 12, 2024 7:57 AM
Hotline News - Editor Published July 12, 2024
SHARE

આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરમાં નિર્ણાયક ખેલાડી તરીકે ઉભરી આવવા માટે આ વ્યૂહાત્મક બંદર સજ્જ

તિરુવનંતપૂરમ: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને  વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ ’મધર શિપ’ના આજે આગમનની ઘોષણા કરી છે. વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરતી આ એક સીમાચિહ્નરૂપ ઘટના ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગમાં મંગલાચરણનો આરંભ કરવા સાથે વિઝિંજમને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગોમાં નિર્ણાયક ખેલાડી તરીકે સ્થાપિત કરે છે.

​કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના હસ્તે આ સમારંભ ખુલ્લો મૂકવામાં આવ્યો હતુો. કેરળના બંદર મંત્રી વી.એન. વસાવાના અધ્યક્ષપદે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રના બંદર, શિપિંગ અને જળ  માર્ગોના મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય મહેમાનપદે હાજરી આપી હતી.   

અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને IT સિસ્ટમ્સ સાથે મોટા જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે. 8,000-9,000 TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો) ની ક્ષમતા સાથેનું સાન ફર્નાન્ડો મર્સ્ક દ્વારા સંચાલિત 300-મીટર-લાંબા કન્ટેનર જહાજ તેમજ લગભગ 2,000 કન્ટેનરને ખાલી કરવા અને 400 કન્ટેનરની અંદરની હિલચાલ માટે આ બંદર ઉપરની ઉપલબ્ધ સેવાઓથી લાભાન્વિત થશે.

અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ વિઝિંજમના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે અમારા બંદર પર સાન ફર્નાન્ડોનું આગમન એ ભારતની સામુદ્રિક તવારીખમાં એક નવી ગૌરવશાળી સિદ્ધિનું પ્રતીક છે ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ અને સૌથી મોટા ડીપ વોટર પોર્ટે વ્યાપારી કામગીરીનો આરંભ કર્યો છે તેનાથી વિશ્વને અવગત કરવા આ એક સંદેશવાહક છે. એમ તેમણે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતાં ઉમેર્યું હતું.

“ભારતના મુન્દ્રા પોર્ટ સહિત અન્ય કોઈ પોર્ટ આપણી પોતાની અત્યાધુનિક આ ટેક્નોલોજીઓ ધરાવતું નથી. તેમણે કહ્યું હતું કે અમે અહીં પહેલેથી જ જે સુવિધા પ્રસ્થાપિત કરી છે તે દક્ષિણ એશિયાની સૌથી અદ્યતન કન્ટેનર હેન્ડલિંગ ટેક્નોલોજી છે. અને એકવાર અમે ઓટોમેશન અને વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સંપૂર્ણ સજ્જ થશે ત્યારે વિઝિંજમ તકનીકી દ્રષ્ટીએ વિશ્વના સૌથી વધુ અત્યાધુનિક ટ્રાન્સશિપમેન્ટ બંદરો પૈકીના એક તરીકે તેની પોતાની શ્રેણીમાં ઉભરી આવશે.

હાલ ભારતના કન્ટેનર ટ્રાફિકના 25% ગંતવ્ય સ્થાનના માર્ગમાં ટ્રાન્સશિપ કરવામાં આવે છે. વિશ્વ સાથે ભારતનો  વેપાર વધી રહ્યો હોવા છતાં દેશમાં આજ સુધી એકપણ સમર્પિત ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નહોતું, જેના પરિણામે હાલમાં ભારતનો 75% ટ્રાન્સશિપ કાર્ગો ભારતની બહારના બંદરો દ્વારા નિયંત્રિત થાય છે.

વિઝિંજમ માત્ર ભારતમાં ટ્રાન્સશિપમેન્ટ ટ્રાફિકની હિલચાલને જ સરળ નહીં બનાવે પરંતુ ભારતને જોડતા યુએસ, યુરોપ આફ્રિકા અને ભારતીય ઉપખંડ વચ્ચેના મુખ્ય માર્ગોના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ વ્યૂહાત્મક રીતે સ્થિત આ બંદર  મહત્વની ભૂમિકા ભજવશે અને આમ વિઝિંજમ યુ.એસ.,યુરોપ, આફ્રિકા અને દૂર પૂર્વના આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોમાં નિર્ણાયક ભૂમિકા અદા કરી રહ્યું  છે.

કેરળ સરકાર દ્વારા પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશિપ ધોરણે પ્રમોટ કરાયેલ વિઝિંજમ ઇન્ટરનેશનલ સીપોર્ટ એ  એક મહત્વપૂર્ણ આર્થિક માળખાકીય પ્રોજેક્ટ છે. કેરળમાં ખાનગી ક્ષેત્રનું આ સૌથી મોટું રોકાણ છે. બિડ જીત્યા બાદ અદાણી પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સે આ પ્રકલ્પ વિકસાવવા માટે અદાણી વિઝિંજમ પોર્ટ પ્રા. લિ.(AVPPL) ના નામે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ની રચના કરી. 17 ઓગસ્ટ 2015ના રોજ કેરળ સરકારના બંદર વિભાગ સાથે વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદરના વિકાસ અને સંચાલન માટે કન્સેશન કરાર કર્યા હતા. બહુવિધ પડકારોને પાર કરીને આ બંદર હવે સ્પર્ધાના અદ્યતન તબક્કામાં છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
ઈરાનના હિટ લિસ્ટમાં ટ્રમ્પ સાથે મેલોની-મેક્રોન! અખબારમાં પ્રકાશિત ફોટા
Hotline News Hotline News July 14, 2026
રત્નકલાકારો માટે જાહેર કરાયું રાહત પેકેજ : હર્ષ સંઘવીની જાહેરાત
બહેન સાથેના અફેર માટે સાત મિત્રોની સામે માથું કાપી નાખવામાં આવ્યું
પહેલી વાર ‘ઇચ્છામૃત્યુ’ની મંજૂરી મળી; ચુકાદો આપતી વખતે SC જજ થઈ ગયા ભાવુક
કેનેડાએ NIAને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું ન હતું, સૂત્રોનો દાવો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?