હોટલાઇન ન્યૂઝ
ચાલુ વર્ષે પુરા દેશમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. ઉતર ભારત ભીષણ ગરમીથી ત્રાહિમામ થયું છે. આ આકરા તાપમાનની અસર છેક લોકોના ઘર સુધી પહોંચી છે. ગત મે મહિનામાં મોંઘવારી પાંચ માસની ટોચ પર પહોંચી છે. શાકભાજી, ફ્રુટ સહિતના ખાણીપીણીના ભાવમાં ગરમીના કારણે ખુબ વધારો નોંધાયો છે. કારણ કે ગરમ તાપમાનની અસર પાક ઉપર પણ પડી છે.
શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં વધીને 30 ટકાએ પહોંચી ગયો છે. જે એપ્રિલમાં 27.7 ટકા નોંધાયો હતો. ગયા મહિને શાકભાજીના ભાવ માસિક આધાર પર 5.2 ટકા વધ્યા છે. ખાવાપીવાની વસ્તુઓ અને ખાસ કરીને ફ્રુટ તથા શાકભાજીની કિંમતોમાં વધારાથી રીટેલ મોંઘવારીમાં વધારો નોંધાયો છે.
2024માં વધુ એક વખત આ આંકડો 5.14 ટકા પર પહોંચી શકે છે. જો આવું બન્યું તો ડિસેમ્બર-23 પછી પાંચ મહિનાનો આ સૌથી ઉંચો દર હશે તે સમયે છુટક ચીજવસ્તુઓની મોંઘવારી 5.69 ટકા રહી હતી. જે એપ્રિલમાં ઘટીને 11 મહિનાના સૌથી નીચા લેવલ 4.83 ટકા પર આવી હતી.
સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના જણાવ્યા મુજબ દેશના અનેક ભાગોમાં વધતા તાપમાને શાકભાજી અને ફ્રુટના પાકને પણ અસર કરી છે. તેનાથી ખાદ્ય મોંઘવારી મેમાં વધીને 9.1 ટકાના સ્તર પર પહોંચી શકે છે. ગત મહિનાના રીપોર્ટ હવે જાહેર થશે. આ આંકડો એપ્રિલમાં 8.7 ટકા હતો. તેની અસર સરેરાશ મોંઘવારી પર જોવા મળી શકે છે. સરકાર બુધવારે આ છુટક મોંઘવારીના આંકડા જાહેર કરી શકે છે. મુખ્ય મોંઘવારી (ખાદ્ય અને ઉર્જા સિવાય) પણ 3.3 ટકા વધીને 3.5 ટકા સુધી પહોંચી શકે છે.
સીએમઆઇએના કહેવા મુજબ ફ્રુટ અને શાકભાજીના મોંઘવારી દરમાં બે ટકાનો વધારો દેખાયો છે. તેનાથી મે મહિનામાં ફળોની મોંઘવારી એપ્રિલના 3.5 ટકા વધીને 5.5 ટકા સુધી પહોંચી શકે છે. તબકકાવાર ફ્રુટની કિંમત ગયા મહિને અઢી ટકા વધી છે.
શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં વધીને 30 ટકા સુધી પહોંચી શકે છે. જે એપ્રિલમાં 27.7 ટકા હતો. ગત મહિને શાકભાજીના ભાવ માસિક આધારે 5.2 ટકા વધ્યા છે. બટેટા, કોબીચ, ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં પણ આ મહિનામાં વધારો થયો છે.
ગરમી-હીટવેવના કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં પણ આગ
Leave a comment
Leave a comment