ગુજરાતનાં ગરબાના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપારીક નૃત્ય ઘુમર છે. રાજસ્થાનનાં સ્થાપના દિન 30 માર્ચે સુરતના ગોડાદરા ખાતે આવેલા મરુધર મેદાનમાં એક સાથે 12 હજાર જેટલી રાજસ્થાની મહિલાઓ દ્વારા ઘુમર નૃત્ય કરીને એક અનોખો રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.
આ પહેલા જયપુરમાં 6 હજાર બહેનોએ ઘુમર નૃત્ય કર્યું હતું જેનો રેકોર્ડ ગઈકાલે સુરતમાં તૂટયો હતો આ ગ્રાન્ડ ઈવેન્ટમાં રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃધ્ધિને ઉજાગર કરાઈ હતી.