ઊનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો પણ વધ્યો છે અને સ્વાસ્થ્ય માટે અમળત સમાન લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બે સપ્તાહ પહેલાં રૂ. ૮૦થી ૧૦૦ના કિલો વેચાઇ રહેલા લીંબુના ભાવ હાલ રૂ. ૧૮૦થી ૨૦૦ના કિલો સુધી પહોંચી જતા લીંબુના ભાવમાં સખત ખટાશ આવી ગઇ છે. વેપારીઓનું કહેવું છે કે, ઊનાળાની સિઝનમાં લીંબુની માગ વધી જતા અને આવક ઓછી થતા ભાવ વધારો થયો છે. અલબત્ત, હાલ તો લીંબુના ભાવ શેરમાર્કેટ કરતા પણ વધુ ઊંચકાતા બમણા થઇ ગયા છે!
ઊનાળામાં લીંબુ શરબત, શિકંજી, સોડા, સલાડ સહિતની લીંબુમાંથી બનતી વસ્તુઓની માગ ડબલ થઇ જાય છે. તેથી લીંબુની ખરીદી પર તેની સીધી અસર દેખાય છે. હાલ છૂટક વેપારીઓ ૧૫૦થી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે લીંબુ વેચી રહ્યા છે. જેમાં નબળી ગુણવત્તાવાળા લીંબુ ૧૫૦થી ૧૬૦ રૂપિયે કિલો છે. જ્યારે કે સારી ક્વોલિટીના લીંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે. સામાન્ય ગળહિણીઓના બજેટ પણ લીંબુ સહિતના લીલા શાકભાજીના ભાવવધારાથી ખોરવાઇ રહ્યા છે.
અમદાવાદના જમાલપુર APMC માર્કેટના લીંબુના વેપારીએ જણાવ્યું હતું કે, ગરમીની મોસમમાં લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. જેથી ૧૬૦થી ૧૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના લીંબુ અમે વેચી રહ્યા છે. ગરમીમાં લીંબુની ડિમાન્ડ વધી જાય છે. થોડા દિવસ પહેલા લીંબુનો ભાવ ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો હતો તે હાલમાં ૧૮૦થી ૨૦૦ સુધી પહોંચી ગયો છે.’ વેપારીઓ એવી ભીતિ પણ દર્શાવી રહ્યા છે કે ઉનાળો વધતા લીંબુના ભાવમાં હજુ વધારો જોવા મળી શકે છે.
લીંબુની ખરીદી કરતા ગળહિણીઓનું કહેવું છે કે, ઊનાળામાં લીંબુનું શરબત અમળત સમાન હોય છે. સામાન્ય દિવસોમાં લીંબુની ખરીદી ઓછી હોય છે, પરંતુ ઊનાળામાં સલાડ અને શરબતનો વપરાશ વધતા લીંબુની જરૂર પણ વધે છે.’ જોકે લીંબુના ભાવમાં પણ વિસ્તાર પ્રમાણે અંતર જોવા મળે છે. પૂર્વના વિસ્તારોમાં કેટલીક બજારોમાં લીંબુ ૧૫૦થી ૧૬૦ રૂપિયે કિલો છે, જ્યારે કે શહેરના પ?મિના વૈભવી વિસ્તારોમાં તો લીંબુના એક કિલોના ભાવ ૨૫૦થી ૨૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે!
અમદાવાદની જમાલપુર એપીએમસી માર્કેટના સૂત્રોનું કહેવું છે કે, ઉનાળા ઉપરાંત રમઝાનના લીધે પણ લીંબુનો વપરાશ વધી રહ્યો છે. અત્યારે એપીએમસી માર્કેટમાં હોલસેલમાં પણ લીંબુના ભાવ ૭૦થી ૧૧૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. માર્કેટમાં હાલમાં ૬૦૦ ક્વિન્ટલ (૬૦ હજાર કિલો) જેટલી આવક લીંબુની થાય છે. આ લીંબુ વધારે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવે છે. રમઝાન બાદ ક્રમશઃ ભાવમાં ઘટાડાની શકયતા છે.’