By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવી ટેક્નોલોજીનો ઉપયોગ સમાજહિતના સંદર્ભે  કરવોઃ પત્રકારત્વની ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > નવી ટેક્નોલોજીનો ઉપયોગ સમાજહિતના સંદર્ભે  કરવોઃ પત્રકારત્વની ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન
સુરત

નવી ટેક્નોલોજીનો ઉપયોગ સમાજહિતના સંદર્ભે  કરવોઃ પત્રકારત્વની ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન

Hotline News
Last updated: July 16, 2024 11:35 AM
Hotline News - Editor Published July 16, 2024
SHARE

સમાજ હિત માટે જે ખોટું છે તેને ખોટું કહે અને સાચું છે તેને સાચું કહે એ પત્રકારનો ધર્મ છે” -મનોજ મિસ્ત્રી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં આજે સાંપ્રત સમયમાં પત્રકારત્વની ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન કાર્યકારી ફુલપતિ ડો કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજભાઈ મિસ્ત્રી મુખ્ય અતિથિ અને વ્યાખ્યાતા હતા.

કાર્યક્રમના આરંભે ડો. ઠાકોરે ઉપસ્થિત મહિમાનો અને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એ વિષયને અનુરૂપ પત્રકારત્વનો સમાજ માટે સદુપયોગ મનોજભાઈ મિસ્ત્રીએ કેવી રીતે કર્યો હતો તેના વિશે વિગતે વાત કરી હતી.  કુલપતિના સંક્ષિપ્ત પ્રવચન બાદ ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીએ પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓને પોતાના બહોળા અનુભવ, વિચારસરણી અને કલમની તાકાતનો પરિચય કરાવ્યો હતો.

વ્યાખ્યાનમાં તેમણે પત્રકારત્વ જગતની વાસ્તવિકતાથી લઈને પત્રકારની સમાજ પ્રત્યેની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું  હતું. જેમાં, તેમણે પત્રકારોની સમાજ પ્રત્યેની ફરજોને પત્રકારોનો ધર્મ લેખાવી હતી. ૪૪ વર્ષથી આ ક્ષેત્રમાં જુદી જુદી ભૂમિકાઓ  અને બાર વર્ષ કરતા વધારે તથા આજપર્યંત તેમણે તંત્રી તરીકેની ભૂમિકા નિભાવતા સમાજ અને પત્રકારત્વ જગત માટે આપેલા યોગદાન  વિશે વાત કરી હતી. તેઓએ સાંપ્રત સમયની વ્યાખ્યાથી માંડીને ભૂમિકા સુધીના અનેક બિંદુઓને પોતાના વ્યાખ્યાનમાં આવરી લીધા હતા, સાથેસાથે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબ આપી તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતું.

સાંપ્રત સમયના પત્રકારત્વ પર વિચાર રજૂ કરતા તેમને તાત્વિક અંદાજમાં કહ્યું હતું કે સમય ક્યારેય સાંપ્રત હોતો નથી, તે સદૈવ બદલાતો રહે છે. તેમણે પોતાના વ્યાખ્યાનમાં સમય બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમય સાથે બદલાવ આવશ્યક છે, જે પત્રકારત્વ જગતમાં પણ અનેક રૂપે દેખાઈ આવે છે. પત્રકારત્વ એ  વિચાર છે. દરેક વ્યક્તિ જેને કોઈ પણ વિચાર આવે છે, પોતાના મનમાં સારી ખરાબ બાબતો વિશે પ્રશ્નો કરતો હોય છે તે દરેક વ્યક્તિમાં પત્રકારત્વના તત્વો પડેલા છે તેમ તેમણે પત્રકારત્વના મનોજગત વિશે કહ્યું હતું. આજના સમયમાં આ પ્રકારના વિચારો સામે લાવવા માટે એક વિશેષ માધ્યમ આપણને મળ્યું છે, જે ડિજિટલ માધ્યમ છે.

પત્રકાર અને પત્રકારત્વના કાર્ય વિશે જણાવતા તેમને કહ્યું હતું કે, રાજ્ય, દેશ અને દુનિયામાં જે પણ ખોટું થઈ રહ્યું છે, એને લોકો સમક્ષ લાવવું એ પત્રકાર અને પત્રકારત્વની ફરજ છે. પત્રકારની નીડરતા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, વાતો ઘણી હોય છે, પરંતુ એમાંથી જે સાચી વાતને નીડરતાથી લોકો સામે લાવે, તે પત્રકાર છે. તેમને સાંપ્રત સમયના પત્રકારત્વમાં મીડિયા ટેકનોલોજીના ઉપયોગ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમય સાથે બધું બદલાતું રહેશે અને એ બદલતા યુગમાં આવતી નવી ટેક્નોલોજીનો ઉપયોગ સમાજહિતમાં, પત્રકારત્વના નીતિશાસ્ત્રના સંદર્ભે  કરવો.

તેમણે તેમના અનુભવના આધારે કલમની તાકાતનો પરિચય આપતા જણાવ્યું હતું કે, કલમમાં સૌથી વધુ તાકાત છે. તેથી સાચું વિચારવું, સાચું લખવું, કલમનો સાચો ઉપયોગ કરવો, અને  વિવેક પૂર્ણ ઉપયોગ કરવો. વ્યાખ્યાનના અંતે શ્રી મિસ્ત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા પત્રકારત્વ સંબંધે પૂછાયેલા જુદા જુદા પ્રશ્નોના વિગતે ઉત્તર આપી વિદ્યાર્થીઓના મનનું સમાધાન કર્યું હતું.

કાર્યક્રમના અંતે ડો. ભરત ઠાકોરે સમાપન પ્રવચન અને આભાર વિધિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પત્રકાર અને પત્રકારત્વ શું છે અને તેની માહિતી પત્રકારત્વ જગતમાં કાર્યરત વ્યક્તિ પાસેથી જ્યારે મળે, ત્યારે લોકોના મન પર તેનો વિશેષ પ્રભાવ પડે છે. પત્રકારત્વનો ઉપયોગ સમાજમાં વિધાયક બળ તરીકે કરવો જોઈએ તેમ કહી તેમણે કાર્યક્રમની સમાપ્તિની જાહેરાત કરી હતી. આમાં  યુનિવર્સિટીના કુલ સચિવ ડો રમેશદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિ હતી અને  નિમંત્રક હતા, પત્રકારત્વ વિભાગના કો-ઓર્ડીનેટર ડો ભરતભાઈ ઠાકોર.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસુરત
વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડા
Hotline News Hotline News August 2, 2024
નિક્કીને બ્યુટી પાર્લરમાં પણ માર મારવામાં આવ્યો… વિપિન અને પિતાએ માંગી માફી
મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં
10 લાખનો મેમો! હેલ્મેટ વગર બાઇક ચલાવતા સાવધાન! તમને પણ મળી શકે છે મસમોટો દંડનો મેમો
હેરિટેજ સાઈટ લોથલમાં મોટો અકસ્માત, માટી ધસી પડતાં મહિલા અધિકારીનું મોત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?