સુરતવાસીઓએ આજથી ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું પડશે, નહીંતર દંડ ભરવાનો વારો આવશે. કેમ કે, સુરતમાં આજથી હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. આ દરમિયાન હેલ્મેટ નહીં પહેરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.
સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. હેલમેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. સુરત ટ્રાફિક પોલીસે હેલમેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે. દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હિલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે. જેથી તેવા હેલમેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ છે.
સુરતમાં હેલમેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેક્નોલોજીની મદદથી હેલમેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે અને હેલમેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા છે.
નોંધનીય છે કે, આ માટે 3 હજાર કોન્સ્ટેલના મોબાઇલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપથી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે. કમાન્ડ કંટ્રોલ રૂમથી જે-તે વ્યક્તિના નામે મેમો બની જશે. અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.