Editor Synopsis
- અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલએ 31 જાન્યુઆરીનાં રોજ તેનો વાર્ષિક રમતોત્સવ ઊજવ્યો, જેમાં 550થી વધુ બાળકોએ ભાગ લીધો
- ભારતીય પેસર ઈશાંત શર્મા તેમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયો
- ઈશાંત 105 ટેસ્ટ, 80 વન-ડે અને 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ તેના ભવ્ય આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન રમ્યો છ
અમદાવાદ: અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલએ શુક્રવારે તેનો વાર્ષિક રમતોત્સવ ઊજવ્યો, જેમાં ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યો હતો. વાર્ષિક રમતોત્સવમાં 550 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
ઈશાંત શર્માએ પોતાના ભવ્ય આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન 105 ટેસ્ટ, 80 વન-ડે તથા 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. જેમાં તેણે કુલ 434 વિકેટ પોતાના નામે કરી હતી. શુક્રવારે ઈશાંત શર્માએ સ્કૂલના વિદ્યાર્થીઓને જીવનમાં શ્રેષ્ઠ સ્તરે પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, આ દરમિયાન પોતાના જીવનના અનુભવો થકી અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો માટે દિવસ યાદગાર બનાવ્યો હતો.
ઈશાંત શર્માએ કહ્યું કે,”દેશના ભાવિ એવા બાળકો સાથે અત્યંત મહત્વપૂર્ણ સમય પસાર કરવાનો આનંદ છે. આ દિવસ બાળકો માટે પણ યાદગાર રહ્યો હશે તેવું હું માનું છું. જ્યારે તેમણે મેદાન પર અદ્ભુત ખેલદિલીનું પ્રદર્શન કર્યું. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલનો આભાર માનું છું, જેમણે મને આ વિશેષ દિવસનો ભાગ બનાવ્યો. તેના કારણે મને મારા શાળાકીય દિવસોની યાદો વાગોળવાની તક પણ મળી અને બાળકો સાથેનો સમય યાદગાર રહ્યો.”
અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના હેડ ઓફ સ્કૂલ શ્રી સર્જીયો પી. એ આ પ્રસંગે કહ્યું કે,”અમને આનંદ છે કે- ઈશાંત શર્મા જેવો ઉચ્ચ સ્તરીય ખેલાડી અમારી આ ઈવેન્ટનો ભાગ બન્યો. જેમણે ભારતીય ક્રિકેટ ટીમની ઘણી યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની હાજરી અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ સંબંધિત વિઝનને વધુ મજબૂત બનાવે છે. તેમની સાથેની ચર્ચાને કારણે બાળકો અને તેમના વાલીઓ પણ પ્રેરિત થયા હશે, જેની લાંબાગાળાની અસર જોવા મળશે, અમે ઈશાંતનો આભાર માનીએ છીએ. આશા છે કે- તેમનો અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતેનો દિવસ યાદગાર રહેશે.”
About Adani International School
અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ એ વિશ્વસ્તરીય શિક્ષણ ભવિષ્યની જરૂરિયાત અનુસાર આપવા સમર્પિત અગ્રણી સંસ્થાન છે. જેની રચના અદાણી ગ્રૂપના નેજા હેઠળ કરવામાં આવી છે. આ શાળા શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભારતીય મૂલ્યો સાથે વૈશ્વિક પ્રથાઓનું મિશ્રણ ધરાવતો અભ્યાસક્રમ અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના તમામ યુવા મનને સમાજના સભાન, જવાબદાર, પ્રફુલ્લિત અને હેતુપૂર્ણ નાગરિક બનવા માટે ઉછેર કરે છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ, ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો અને ગતિશીલ શિક્ષણ વાતવરણથી સજ્જ શાળા સર્જનાત્મકતા, નેતૃત્ત્વ અને જીવનભર શિક્ષણને પ્રોત્સાહન આપે છે.
For more information: www.adanisportsline.com;
For media queries, contact Roy Paul: [email protected]