યુપીના પ્રયાગરાજમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. સોમવારે મહાકુંભ નગરના સેક્ટર-2 સ્થિત મીડિયા સેન્ટર પાસે યુપીના પ્રથમ ડબલ-ડેકર બસ રેસ્ટોરન્ટ પમ્પકિનનું ઉદૃ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, બસ રેસ્ટોરન્ટના સ્થાપકનું એક નિવેદન પણ બહાર આવ્યું છે. બસ ફૂડ કોર્ટના સ્થાપક મનવીર ગોદારાએ જણાવ્યું છે કે તેમના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે રેસ્ટોરન્ટ્સ છે, જ્યાં 25 લોકો એકસાથે બેસીને શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજનનો આનંદ માણી શકે છે.
તેમણે જણાવ્યું કે પંપકીન બ્રાન્ડનું લોન્ચિંગ મહાકુંભ મેળાથી કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં આ રેસ્ટોરન્ટ કાશી, મથુરા, અયોધ્યા વગેરે ધાર્મિક સ્થળોએ શરૂ કરવામાં આવશે. આ રેસ્ટોરન્ટમાં ભોજનના દરો પોસાય તેવા છે અને ખાસ પ્રસંગોએ અહીં ઉપવાસ ભોજન પણ ઉપલબ્ધ છે.