દેશની આઝાદી પછી પ્રથમ કુંભનું આયોજન વર્ષ 1954માં પ્રયાગરાજમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખાસ વ્યવસ્થા કરી હતી. પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ આખા મહિના માટે કલ્પવાસ માટે કુંભમાં આવ્યાં હતાં.
આની પાછળ તેમની ધાર્મિક આસ્થા હતી. ધર્મને અનુસરીને તેમણે સૂર્યોદય પહેલાં જાગવું, દરરોજ ત્રણ વખત સ્નાન કરવું, દિવસમાં એકવાર ભોજન કરવું, ત્રિકાલ પૂજા, તુલસી પૂજન, દાન વગેરે નિયમોનું પાલન કર્યું હતું.
જ્યારે રાષ્ટ્રપતિએ કુંભમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમનાં માટે સેના દ્વારા નિયંત્રિત કિલ્લામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કિલ્લો સંગમ વિસ્તારમાં યમુના કિનારે આવેલો છે. તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય પ્રધાન પંડિત ગોવિંદ બલ્લભ પંતે વ્યક્તિગત રીતે વહીવટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
રાષ્ટ્રપતિએ કિલ્લાની અંદરથી જ મુખ્ય સ્નાન ઉત્સવો પર સંતો અને ઋષિઓના શાહી સ્નાનના દર્શન કર્યા હતા. પત્રકાર નરેશ મિશ્રાએ બીબીસીને આપેલાં ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી હતી.
3 ફેબ્રુઆરીનાં દિવસે જ્યારે સંત શાહી સ્નાન માટે જઈ રહ્યાં હતાં ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ કિલ્લાની બાલ્કનીમાં હતા. તેનાં માથા પર લાલ છત્રી હતી. તે દરેક સરઘસની સામે સંતોના આદરમાં ઊભાં થતાં હતાં.
દેશનાં કોઈપણ વીવીઆઈપીના કુંભમાં કલ્પવાસની આ પહેલી અને છેલ્લું તથ્ય છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે કિલ્લાના નિવાસને યાદ કરવા માટે, ત્યાં ‘ પ્રેસિડેન્ટ વ્યુહ ’ નામની એક જગ્યા પણ બનાવવામાં આવી હતી.