ઉતરાયણ નજીક આવતા જ ગુજરાતમાં પતંગનો ક્રેઝ છવાવાનો પ્રારંભ થયો છે અને ખાસ કરીને ચાઈનીઝ દોરી જે ગળા-કાપ બનીને મોત લાવે છે તેની સામે અનેક પ્રકારના પગલા છતા ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીમાં વેચાય છે જે જીવલેણ સાબીત થઈ રહી છે પણ હવે આ ઉતરાયણ અને તેની આસપાસના દિવસોમાં પોલીસે ચાઈનીઝ દોરીના ઉત્પાદક વેચાણકર્તા જ નહી તેનો ઉપયોગ કરનારને પણ જેલવાસ નિશ્ચિત કરવા નિર્ણય લીધા છે.
ગુજરાત પોલીસે એક મહત્વના પગલામાં ચાઈનીઝ દોરીનો ઉપયોગને કલ્પેબલ હોમીસાઈડ એટલે કે ગેરઈરાદે હત્યાની અથવા માનવવધની શ્રેણીમાં રાખવા નિર્ણય લીધો છે. ગુજરાતમાં હજુ ઉતરાયણ પુર્વે જ આ પ્રકારની ઘટનાઓ બનવા લાગી છે. ચાઈનીઝ દોરીએ ગળામાં ફસાતા જ વાહન પર કે પગપાળા જતા વ્યક્તિના ગળામાં ઉંડા ઘા કરે છે.
આ મોજામાં કાચ-મેટલનું કોટીંગ હોય છે અને પોલીસ હવે ઉડતી પતંગમાં પણ જો ચાઈનીઝ મોજાનો ઉપયોગ થયો હોય તો તે શોધી કાઢશે અને તેમાં કોઈને ઈજા થાય કે નવા ભારત ન્યાય સંહિતાની કલમ-119 જે ગેરકાયદે હત્યા માટે ઉપયોગમાં લેવાય છે.
તે મુજબ અપરાધ નોંધશે અથવા ગેરઈરાદે હત્યાનો પ્રયાસ પણ ગણાશે તો કલમ 195 એ સીધી ગેરઈરાદે હત્યાની કલમ છે જે આ પ્રકારે ચાઈનીઝ દોરાથી કોઈનું મૃત્યુ થાય તો આ કલમ હેઠળ કામ ચલાવાશે.
આ માટે પોલીસના ડ્રોનમાં પતંગની સાથે ઉડશે તે દોરાને પારખી લેશે. ડ્રોન ફુટેજથી તુર્તજ તે ઉડાડનારને પણ પાર્ક કરીને તેની તુર્તજ ધરપકડ થશે.
અમદાવાદ સહિત જ પોલીસને આ પ્રકારે ડ્રોનનો ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ થઈ છે.
આ ઉપરાંત ચાઈનીઝ તુકકલ જે પ્રતિબંધીત છે તેની સામે પણ ડ્રોનનો ઉપયોગ થશે અને તેમાં પણ આકરા કાનૂનનો ઉપયોગ થશે. જો કે પોલીસ સાથોસાથ લોકોને ચાઈનીઝ દોરાનો ઉપયોગ નહી કરવા માટે ખાસ જાગૃતિ લાવશે અને અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ જાગૃતિ કેમ્પ યોજશે.
આ ઉપરાંત કપાયેલા પતંગ પાછળ દોડવા- તેને પકડવા વાસડા કે તેવા કોઈ સાધનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. માર્ગ પર દોડાદોડી કરનાર કોઈ વાહનની સામે આવી જાય તો અકસ્માત સર્જી શકે છે. ઉતરાયણને સલામત બનાવવા માટે પોલીસે અનેક યોજનાઓ બનાવી છે.