By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જો..જો… e-PAN કાર્ડ ડાઉનલોડ કરતી વખતે તમારું ખાતું ખાલી ના થઈ જાય : સાવચેત રહો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જો..જો… e-PAN કાર્ડ ડાઉનલોડ કરતી વખતે તમારું ખાતું ખાલી ના થઈ જાય : સાવચેત રહો
Top News

જો..જો… e-PAN કાર્ડ ડાઉનલોડ કરતી વખતે તમારું ખાતું ખાલી ના થઈ જાય : સાવચેત રહો

e-PAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઘણા લોકોને વોટ્સએપ અને SMS મોકલવામાં આવ્યા હતા

Hotline News
Last updated: January 3, 2025 4:08 PM
Hotline News - Editor Published January 3, 2025
SHARE

રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ પાનકાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. બેંક એકાઉન્ટ બનાવવાથી લઈને હોટલમાં ચેક ઇન કરવા સુધી આ કાર્ડ્સ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. PAN અને આધાર કાર્ડમાં આપણી અંગત માહિતી હોય છે, જે ખોટા હાથમાં જાય તો આપણને નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે છે.

તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા PAN કાર્ડ 2.0 બહાર પાડવામાં આવ્યું છે. આ કાર્ડ QR કોડ આધારિત હશે અને તે રેગ્યુલર પાન કાર્ડ કરતાં વધુ સુરક્ષિત હોવાનું કહેવાય છે. આ PAN 2.0ને e-PAN કાર્ડ પણ કહેવામાં આવે છે.

જો કે સરકારની જાહેરાત બાદ લોકો આ કાર્ડ વિશે જાણવા માટે ઉત્સુક બની રહ્યા છે. તેમની આ જ ઉત્સુક્તાનો સાયબર માફિયાઓ ગેરલાભ ઉઠાવીને તેમની સાથે ઠગાઈ આચરી રહ્યા છે. હકીકતમાં સાયબર ગઠિયા e-PAN કાર્ડના નામે ઈ-મેઈલ દ્વારા લોકોના ડેટાની ચોરી કરી રહ્યા છે. આ સાથે જ તેમને બેંક ખાતા પણ ખાલી કરવા લાગ્યા છે.

e-PAN કાર્ડ કૌભાંડ એ છેતરપિંડીની નવી તરકીબ છે. જેમાં છેતરપિંડી કરનારાઓ ઈ-મેઈલ મોકલીને સરકારી અધિકારી હોવાનો દાવો કરે છે. ઈ-મેલમાં પાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે . આ ઈ-મેઈલ સંપૂર્ણપણે અધિકૃત દેખાય છે, પરંતુ એવું નથી.

જેવી વ્યક્તિ e-PAN કાર્ડ ડાઉનલોડ લિંક પર ક્લિક કરે છે કે તરત જ તે આવી વેબસાઈટ પર જાય છે. જ્યાં આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજોના નંબર પૂછવામાં આવે છે. આ બધી વિગતો ભર્યા પછી, સાયબર ગઠિયાઓને તમામ જરૂરી માહિતી મળી જાય છે, જેના દ્વારા તે તમારા લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે.

PIB (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો) એ e-PAN કાર્ડ ડાઉનલોડ સંબંધિત ઈ-મેઈલની હકીકત તપાસ પણ કરી છે અને કૌભાંડ અંગે ચેતવણી પણ જારી કરી છે. PIB ફેક્ટ ચેક કહે છે કે, છેતરપિંડી કરનારાઓએ e-PAN કાર્ડ ડાઉનલોડના નામે ઘણા લોકોને ઈ-મેઈલ મોકલ્યા છે.

ઘણા લોકોને ઈ-મેલ પર e-PAN કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક મળી રહી છે, તો ઘણા લોકોને વોટ્સએપ અને SMS પણ મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ મેસેજને ઈગ્નોર કરવો હિતાવહ છે.

કોઈ કૌભાંડો કેવી રીતે ટાળી શકે?

છેતરપિંડીથી બચવા માટે, સૌ પ્રથમ તમારે જાગૃત રહેવાની જરૂર છે. આ માટે કોઈપણ સંદેશ અથવા ઈ-મેલ પર વિશ્વાસ ન કરો અને દરેક લિંક પર ક્લિક કરવાનું ટાળો.

નકલી ઈ-મેઈલ અને સંદેશાઓની ઓળખ કરવી પણ મહત્વપૂર્ણ છે. આ માટે ઈ-મેલની ભાષા અને વ્યાકરણ પર ચોક્કસ ધ્યાન આપો. નકલી ઈ-મેલમાં વિચિત્ર લિંક્સ અને વ્યક્તિગત વિગતો હોઈ શકે છે.

જો તમને કોઈ મેઈલ શંકાસ્પદ લાગે તો તેના પર ક્લિક કરશો નહીં. આ સાથે તેને તરત જ ડિલિટ કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

e-PAN કાર્ડ લોન્ચ થયા બાદથી લોકોમાં એવી ઈચ્છા છે કે, તેને વહેલી તકે મળે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈ-પાન કાર્ડ મેળવવા ઈચ્છો છો, તો તેને ઈ-મેલ, મેસેજ અથવા વોટ્સએપ પર મળેલી લિંક પરથી ડાઉનલોડ કરવાની ભૂલ ન કરો. અધિકૃત વેબસાઈટ પર જઈને જ e-PAN કાર્ડ મેળવો. તમને સત્તાવાર વેબસાઇટ પર ઇ-પાન કાર્ડનો વિકલ્પ મળશે. આ સિવાય ડિજીલોકર પરથી પાન કાર્ડનું ડિજિટલ વર્ઝન પણ જોઈ શકાય છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
સલમાન ખાનના પિતા સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા,એક મહિના પછી ઘરે પરત ફર્યા
Hotline News Hotline News March 18, 2026
ખુલ્લામાં કચરો સળગાવતા પકડાય તો સીધો ₹5,000 નો દંડ – સાચું કારણ શું છે?
વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોની વ્હારે સુરતની ફાયર ટીમ
ફ્યુઅલ સ્વીચમાં ખામી પર એર ઈન્ડિયા એલર્ટ, બોઈંગ 787 પ્લેનની તપાસ શરૂ
‘ટોક્સિક’ સ્ટાર યશને ‘ધુરંધર 2’નો ડર નથી; મધ્ય પૂર્વ યુદ્ધને કારણે ફિલ્મ મુલતવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?