હિન્ડનબર્ગના તથ્યહિન નિવેદનોથી અદાણી ગ્રુપની ૧૫૦ અબજ ડોલરનું નુકશાન થયું હતું.
હિન્ડનબર્ગ રિસર્ચના ગંભીર આક્ષેપ બાદ અદાણી ગ્રૂપને 150 અબજ ડોલરનું નુકસાન થયુ હતુ. અદાણી ગ્રૂપ વિવાદ મામલે સેબીના શો નોટિસનો જવાબ આપતા હિન્ડનબર્ગ રિસર્ચે એક લાંબો બ્લોગ લખ્યો છે.
અદાણી ગ્રૂપ હિન્ડનબર્ગ વિવાદમાં મોટા અપડેટ આવ્યા છે. ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો કરનાર અમેરિકન ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચને સેબી તરફથી શો કોઝ નોટિસ મોકલવામાં આવી હતી. તેના પ્રત્યુત્તરમાં હિન્ડનબર્ગે સેબીની કારણદર્શક નોટિસનો ગળે નહી ઉતરે એવો પ્રત્યુત્તર આપ્યો છે. હિન્ડનબર્ગે સેબીની નોટિસના જવાબમાં જારી કરેલા નિવેદનમાં ઉદય કોટક, કોટક બેંક અને કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (KMIL) જેવા નામોનો પણ ઉલ્લેખ કર્યો છે.
હિન્ડનબર્ગે દાવો કર્યો છે કે અદાણી ગ્રૂપમાં શોર્ટ સેલિંગ બિઝનેસ માટે તેના રોકાણ ભાગીદાર દ્વારા ઉપયોગમાં લેવાતા ઑફશોર ફંડ સ્ટ્રક્ચર બનાવવામાં KIMALની ભૂમિકા હતી. હિન્ડનબર્ગ રિસર્ચના નિવેદનમાં કરવામાં આવેલા આ દાવા વિશે હજુ સુધી સેબી અથવા કોટક ગ્રૂપ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
સેબીના અધિકારક્ષેત્ર સામે પ્રશ્નાર્થ
સેબીની શો નોટિસના પ્રત્યુત્તરમાં જારી કરાયેલા નિવેદનમાં હિન્ડનબર્ગે એવો પણ દાવો કર્યો છે કે તે એક અમેરિકન ફર્મ છે જેનો ભારતમાં કોઈ વ્યવસાય નથી, તેમ છતાં સેબીએ તે સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે કે તેની કામગીરી ભારતીય નિયમનકારના દાયરામાં આવે છે. મંગળવારે જારી કરાયેલા આ નિવેદનમાં અમેરિકન ફર્મે કહ્યું છે કે સેબીએ તેને અદાણી ગ્રૂપના શેર પર સટ્ટાબાજી કરતી વખતે નિયમોના કથિત ઉલ્લંઘન બદલ કારણ બતાવો નોટિસ આપી છે. હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે તેને 27 જૂને સેબી તરફથી એક ઈમેલ મળ્યો હતો અને બાદમાં ભારતીય નિયમોના સંભવિત ઉલ્લંઘનને ટાંકીને કારણ બતાવો નોટિસ મળી હતી.
હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર શોર્ટ સેલિંગથી કેટલી કમાણી કરી?
હિન્ડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે તેણે ઈન્વેસ્ટર્સ પાર્ટનર દ્વારા અદાણી પર શોર્ટ સેલિંગથી એટલી કમાણી કરી નથી જેટલો અનુમાન મૂક્યો હતો. યુએસ ફર્મે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, શું હિન્ડનબર્ગે અદાણીને શોર્ટ કરવા માટે ડઝન જેટલી ફર્મ સાથે મળી કામ કર્યુ અને લાખો મિલિયન ડોલરની કમાણી કરી હતી? ના – અમારી પાસે માત્ર એક જ ઈન્વેસ્ટર્સ પાર્ટનર હતો અને આ ટ્રેડ પર અમારી કમાણી ખર્ચ કરતાં થોડી વધુ હતી.
યુએસ શોર્ટ સેલિંગ ફર્મ અનુસાર, તેણે અદાણી પર શોર્ટ સેલિંગથી કુલ મળીને 41 લાખ અમેરિકન ડોલર (લગભગ રૂ. 34 કરોડ) ની કમાણી કરી છે,જ્યારે ગ્રૂપના અમેરિકન બોન્ડમાં શોર્ટ પોઝિશનથી તેને માંડ 31 હજાર યુએસ ડોલર (આશરે રૂ. 25 લાખ)ની કમાણી થઇ હતી. અદાણી ગ્રૂપના અમેરિકન બોન્ડ્સે વારંવાર હિન્ડનબર્ગ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે.
હિન્ડનબર્ગનો કોટક બેન્ક પર આક્ષેપ : અદાણીના શેરથી નફો કરવા કોટકે વિદેશમાં ભંડોળની રચના કરી હતી
અબજોપતિ બેન્કર ઉદય કોટક દ્વારા સ્થાપિત બેન્ક અને બ્રોકરેજે વિદેશી ભંડોળની રચના કરી હતી જેને બેનામી રોકાણકાર દ્વારા અદાણીના શેરમાં થયેલા ઘટાડાથી નફો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, આ ઘટના હિન્ડનબર્ગના એક અહેવાલને બાદ બની હતી, એમ યુએસ શોર્ટ-સેલરે જણાવ્યું હતું.
હિન્ડનબર્ગ રિસર્ચ, જેણે જાન્યુઆરી 2023ના અહેવાલમાં અદાણી જૂથ પર સ્ટોક માર્કેટની હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો, જણાવ્યું હતું કે તેને ભારતીય બજારોના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી સમૂહના શેર પર સટ્ટાબાજીથી થયેલા નફા પર કારણ બતાવો નોટિસ મળી છે.
અમેરિકી શોર્ટ-સેલરે જણાવ્યું હતું કે તેણે જાહેર કર્યું હતું કે તેણે જૂથની સાથે દાવ લગાવ્યો હતો, અને ઉમેર્યું હતું કે તેનો નફો માત્ર 4 મિલિયન ડોલરથી વધુ હતો.
જ્યારે કોટક મહિન્રા ી ઇન્વેસ્ટમેન્સ્મ લિમિટેડ (કેએમઆઇએલ) – એસેટ મેનેજમેન્ટ કંપનીએ વિદેશમાં ભંડોળ બનાવ્યું હોવાનું કહેવાય છે, તેણે જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ તેના ક્લાયન્ટ ક્યારેય નહોતા, સેબીની કારણ બતાવો નોટિસમાં કિંગ્ડન કેપિટલ વચ્ચેની ચેટ ટાંકવામાં આવી હતી જે યુએસ શોર્ટ સેલરની કલાયન્ટ હતી કે જે રીલીઝ પહેલા રિપોર્ટની જાણકારી ધરાવતી હતી, તે કોટક ફંડની એક્ઝિક્યુટીવ્સ છે.
અદાણી સામે દાવ લગાવવા માટે કોટકે ઓફશોર ફંડ સ્ટ્રક્ચર બનાવ્યુંઃ હિન્ડેનબર્ગ, કહે છે કે સેબી કોટકને બચાવી રહ્યું છે
હિન્ડેનબર્ગે ઉદય કોટકનું નામ તેના ક્લાયન્ટ-કિંગડન કેપિટલ માટે દાવ લગાવનાર તરીકે આપ્યું છે.
એક આઘાતજનક ખુલાસામાં, હિન્ડેનબર્ગે અદાણી સામે ઉદય કોટકનું નામ તેના ક્લાયન્ટ-કિંગડન કેપિટલ માટે દાવ લગાવનાર તરીકે આપ્યું છે. ન્યૂયોર્ક સ્થિત આ શોર્ટ સેલરે સેબી પર ઉદય કોટકને બચાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
હિન્ડેનબર્ગે સેબીની કારણદર્શક નોટિસના જવાબમાં કહ્યું હતું કે, “અમને શંકા છે કે કોટક અથવા કોટક બોર્ડના અન્ય કોઈ સભ્યનો ઉલ્લેખ સેબીએ ન કર્યો એ અન્ય શક્તિશાળી ભારતીય બિઝનેસમેનને તપાસની સંભાવનાથી બચાવવા માટે હોઈ શકે છે, જે ભૂમિકા સેબી સ્વીકારે તેવું લાગે છે”.
કારણદર્શક નોટિસમાં નિયમનકારે ઉલ્લેખ કર્યો છે કે કોટક મહિન્દ્રા ઇન્ટરનેશનલ લિમિટેડ (કેએમઆઇએલ) અને હિન્ડેનબર્ગની અદાણી સામે દાવ લગાવનાર એકમાત્ર ક્લાયન્ટ કિંગડન કેપિટલ વચ્ચે અદાણી જૂથ વિરુદ્ધ અહેવાલ પ્રકાશિત થયાના આશરે 20 દિવસ પહેલા 5 જાન્યુઆરી, 2023ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, નોટિસ અદાણી સામે દાવ લગાવવામાં ઉદય કોટક અથવા તેમની ભૂમિકા વિશે વધુ વાત કરતી નથી.
હિન્ડેનબર્ગે દાવો કર્યો છે કે કોટકે અદાણી સામે શોર્ટ સેલની સુવિધા માટે ખાસ એક માળખું બનાવ્યું હતું. “જ્યારે સેબી અમારા પર અધિકારક્ષેત્રનો દાવો કરવા માટે અધીરું જણાય છે, ત્યારે તેની નોટિસ ભારત સાથે વાસ્તવિક જોડાણ ધરાવતા પક્ષકારનું નામ આપવામાં સ્પષ્ટ રીતે નિષ્ફળ રહી છેઃ ઉદય કોટક દ્વારા સ્થાપિત ભારતની સૌથી મોટી બેંકો અને બ્રોકરેજ કંપનીઓમાંની એક, કોટક બેંક, જેણે અદાણી સામે દાવ લગાવવા માટે અમારા રોકાણકાર ભાગીદાર દ્વારા ઉપયોગમાં લેવાતા વિદેશી- ઓફશોર ફંડ માળખાની રચના અને દેખરેખ રાખી હતી. તેના બદલે, તેણે ફક્ત કે-ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડનું નામ આપ્યું અને “કેએમઆઇએલ” ટૂંકાક્ષર સાથે “કોટક” નામ છુપાવ્યું, એમ હિન્ડેનબર્ગે આરોપ મૂક્યો.
કેએમઆઇએલના કર્મચારીઓ (નીરજ મલ્હોત્રા, સીઇઓ અને અંકુર અગ્રવાલ, વી.પી.) અને કિંગડન કેપિટલના કર્મચારીઓ-એરિક કિર્બી, હેડ ઓફ ટ્રેડિંગ અને પીટર રેલી, ટ્રેડર વચ્ચેની ચેટના સંબંધિત અવતરણો કારણદર્શક નોટિસનો ભાગ છે.
આ એક્ટિવિસ્ટ શોર્ટ સેલરના જણાવ્યા અનુસાર સેબી ઉદય કોટકને બચાવી રહ્યું છે. “બેંકના સ્થાપક ઉદય કોટકે વ્યક્તિગત રીતે સેબીના કોર્પોરેટ ગવર્નન્સ પરની 2017 સમિતિનું નેતૃત્વ કર્યું હતું. અમને શંકા છે કે કોટક અથવા કોટક બોર્ડના અન્ય કોઈ સભ્યનો સેબીના ઉલ્લેખનો અભાવ અન્ય એક શક્તિશાળી ભારતીય બિઝનેસમેનને તપાસની સંભાવનાથી બચાવવા માટે હોઈ શકે છે, જે ભૂમિકા સેબી સ્વીકારે તેવું લાગે છે.”