પોતાની વાર્ષિક સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતી શ્રેણીબદ્ધ પહેલની જાહેરાત કરી છે. સંભવ સમિટએ ભારતના નાના વ્યવસાયોની ઊજવણી કરવા, સપોર્ટ કરવા અને સશક્ત બનાવવા માટે એમેઝોનના પ્રયાસોનો ભાગ છે જેનું લક્ષ્ય સમગ્ર ભારત અને વિશ્વમાં તેમના વિકાસને વેગ આપવાનો છે.
આના ભાગરૂપે એમેઝોને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાની સરકારની મુખ્ય પ્રાથમિકતાને વેગ આપવા માટે ડીપીઆઈઆઈટી સાથે એમઓયુ કર્યો છે. એમેઝોને ભારતમાં કન્ઝ્યુમર ગુડ્સ મેન્યુફેક્ચરિંગને ડિજિટાઇઝ કરે અને સ્થાનિક તથા વૈશ્વિક માંગ સંતોષીને હજારો નોકરીઓનું સર્જન કરે તેવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે તેના સંભવ વેન્ચર ફંડથી 120 મિલિયન ડોલરની ફાળવણી કરી છે.
એમેઝોન તેની નિકાસ પ્રતિબદ્ધતાને પણ ચાર ગણી વધારી રહી છે અને 2030 સુધીમાં કુલ 80 અબજ ડોલરની નિકાસો સક્ષમ કરવાની યોજના ધરાવે છે. ભારતીય એમએસએમઈ, ઉત્પાદકો અને ડીટુસી સ્ટાર્ટઅપ્સ તેમજ એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસીસ પર વેચાનાર મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ મેળવવા માટે એમેઝોનના ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ થકી નિકાસો સક્ષમ બનાવવાના મિશ્રણ સાથે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થશે.
એમેઝોન હોમ એન્ડ કિચન પ્રોડક્ટ્સ, એપરલ એન્ડ ટેક્સટાઇલ્સ, ટોય્ઝ, હેલ્થ એન્ડ ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ વગેરે સહિત વિવિધ સેક્ટર્સની નિકાસો સક્ષમ બનાવવાનું ચાલુ રાખશે.
આ ઉપરાંત એમેઝોન સમગ્ર ભારતમાં વ્યવસાયોને તેની વિશ્વ સ્તરની, વિશ્વસનીય અને પોસાય તેવા દરની લોજિસ્ટિક્સ સર્વિસીઝ હવે પૂરી પાડશે. કંપનીએ વિવિધ ક્ષમતા જરૂરિયાતો સમાવવા માટે 5 ફૂટથી 40 ફૂટના વિવિધ ફુલ ટ્રકલોડ વિકલ્પો સાથે દેશભરમાં ઇન્ટ્રા-સિટી અને ઇન્ટર-સિટી ટ્રાન્સપોર્ટેશન સર્વિસીઝ માટે એમેઝોન ફ્રેઇટ શરૂ કરી છે.
આ ઉપરાંત વચન મુજબની ડિલિવરી તારીખો અને પિક અપ અનુભવો સાથે 14,000થી વધુ પિન કોડ્સને આવરી લેતી લાસ્ટ-માઇલ ડિલિવરી સર્વિસીઝ માટે એમેઝોન શિપિંગ પણ લોન્ચ કરવામાં આવી છે.