- ધારાવી શોશિયલ મિશન દ્વારા સંચાલિત પરંપરા, સમુદાય અને આશાના પ્રેરણાદાયી સહયોગ થકી આ વખતે દિવાળીએ મુંબઈ એરપોર્ટ ઝગમગશે.
મુંબઈ, 25મી ઑક્ટોબર 2024:
ધારાવી સોશિયલ મિશન એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ(ડીઆરપીપીએલ) ની પહેલ છે, તેના દ્વ્રારા આ વખતે દિવાળી માટે ધારાવીના કુંભારવાડામાંથી લગભગ 10 લાખ દીવાઓના વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ હાથ બનાવટના દિવડાંનો ઉપયોગ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા તેના પેસેન્જર એન્ગેજમેન્ટ પ્રોગ્રામમાં અને અદાણી ફાઉન્ડેશન તહેવારોની સિઝનમાં તેના જાગરૂકતા અભિયાન માટે કરશે.
ધારાવીમાં વર્ષોથી પરંપરાગત રીતે કામ કરતાં કુંભારવાડાનાપરિવારોએ 10 લાખ હાથથી બનાવેલા દિવડા બનાવ્યા છે. જેના થકી ૫૦૦ જેટલા કારીગરો અને તેમની સાથે સંકળાયેલાને લાભ મળ્યો છે. મહત્વની વાત તો એ છે કે, ધારાવી કુંભારવાડાના કુંભારો માટે, આ માત્ર વર્ક ઓર્ડર કરતાં વધુ છે – તે એક જીવનરેખા છે.
આ ગર્વની ક્ષણ છે, જ્યાં તેમનો વારસો માત્ર સાચવવામાં આવતો નથી પરંતુ ભવ્ય સ્તર પર તેને ઉજવવામાં આવે છે. કુંભારવાડા પોટર્સ એસોસિએશનનાસભ્ય હનીફ ગલવાનીએ આ અંગેજણાવ્યું હતું કે,: “આ અમને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. ડીઆરપીપીએલ તરફથી મળેલા સમર્થનથી અમને અમારી પરંપરાઓને જીવંત રાખવાની શક્તિ મળી છે. તે માત્ર દિવડા વેચવા વિશે નથી, તે એકવારસો -પરંપરાને આગળ ધપાવવા અઁગેની વાત છે.”
દરેક દિવડા પાછળ આંતર-પેઢીના સહયોગની વાત રહેલી છે, જ્યાં યુવા હાથ અનુભવી કારીગરોની સાથે કામ કરે છે, જે દિવાળીના મહત્વને જીવંત બનાવે છે. ધારાવીની શેરીઓની નરમ માટીથી લઈને શહેરભરના ઘરોની ચમક સુધી, આ દિવાઓ તેમની સાથે એવા સમુદાયનો પ્રેમ, કૌશલ્ય અને ભાવના ધરાવે છે જે લાંબા સમયથી મુંબઈના હૃદયની ધડકન છે.
આ પહેલ DRPPL દ્વારા સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવા અને ધારાવીમાં પરંપરાગત કારીગરી જાળવવાના વિશાળ વિઝનનો એક ભાગ છે. હાલના યુગમાં જ્યાં મશીન-નિર્મિત અને આયાતી ચીજવસ્તુઓ બજાર પર પ્રભુત્વ ધરાવે છે, તેવા સમયે હસ્તકલા માટીના દીવાઓનો આ મોટા પાયે ઓર્ડર ભારતીય કારીગરો અને તેમની કલાને પ્રોત્સાહન આપે છે.
DRPPLના પ્રવક્તાએ વ્યાપક દૃશ્ય વર્ણવતાં જણાવ્યું હતું કે: “ધારાવી સ્થિતિસ્થાપકતા અને સાહસિકતાનું પ્રતીક છે. આ પ્રકારની પહેલ દ્વારા, અમે માત્ર સ્થાનિક ઉદ્યોગોને જ નહીં પરંતુ અમારા સમુદાયના તાણાવાણાને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. ધારાવીમાં વૃદ્ધિ, સહયોગ અને નવીનતાની સંભાવનાઓ અપાર છે અને આ તો માત્ર શરૂઆત છે.”
ધારાવી સામાજિક મિશન વિશે:
ધારાવી સોશિયલ મિશન (DSM) એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) ની મુખ્ય પહેલ છે, જે સામાજિક, આર્થિક અને માળખાકીય પરિમાણોને સમાવિષ્ટ ધારાવીના રહેવાસીઓના આરોગ્યપ્રદ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ મિશન ધારાવીમાં યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. ધારાવી સોશિયલ મિશનનું ખાસ ફોકસ કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણને વધારવા પર છે.
ધારાવી સામાજિક મિશન સમુદાયના જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત કરવા, ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જેનાથી તમામ માટે ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ થાય છે. હેતુલક્ષી મિશન સ્વ-નિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.
For more information, please contact:
Rakhi Kankane: [email protected] | DRPPL
Makarand Gadgil: [email protected] | DRPPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited