ભીષણ ગરમી, અસામાન્ય અને કમોસમી વરસાદ લોકોના ખીસ્સા પર ભારે પડી રહ્યા છે. જેને લઈને ખેતી પાકો બરબાદ થઈ રહ્યા છે.તેમાં શાકભાજી દાળો અને અન્ય ખાદ્ય વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.
આરબીઆઈના આંકડા અનુસાર શાકભાજીઓની કિંમતોમાં જેટલો ઉછાળો નાણાકીય વર્ષ 2011-12 થી 2019-20 ના સમયગાળા દરમ્યાન આવ્યો એથી વધુ તેજી ચાલુ નાણાકીય વર્ષનાં 6 મહિનામાં નોંધાઈ છે.
આવી સ્થિતિ દાળોની પણ રહી છે.આરબીઆઈએ મૌદ્રિક નીતિ રીપોર્ટમાં એવુ વસ્તુઓની મોંઘવારીને લઈને પણ અધ્યયન કર્યુ છે અને તેના કારણોને બતાવ્યા છે. રિપોર્ટ કહે છે કે, 2011-12 થી 2019-20 વચ્ચે શાકભાજીની કિંમતમાં 30.4 ટકાનો સરેરાશ વધારો નોંધાયો છે. પરંતુ ચાલુ નાણાકીય વર્ષનાં 6 મહિનામાં 32.9 ટકાનો વધારો થયો છે.
ગત વર્ષે આ વૃધ્ધિ 54.1 ટકા રહી હતી પણ હવામાનને લઈને કોઈ એક સમયગાળામાં શાકભાજીની કિંમતોમાં આટલી શાકભાજીની કિંમતમાં આટલો વધારો થઈ શકે છે. ગત વર્ષથી આમાં વૃધ્ધિ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એ છે કે બટેટાની કિંમતમાં આ વર્ષે જુલાઈથી ઓગસ્ટ વચ્ચે 65 ટકાનો વધારો નોંધાયો છે.
ભાવ વધારાના મુખ્ય કારણો
- ભીષણ ગરમી અને અસામાન્ય વરસાદ
- અનેક રાજયોમાં પાકોને નુકશાન
- મુખ્ય શાકભાજીનું ઓછુ ઉત્પાદન
- દાળ, ફળોના ઉત્પાદન પર અસર.