By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સિઝનનો પહેલો વરસાદ પડી ગયો છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત ભજીયાને ઘરે જ ટ્રાય કરો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > સિઝનનો પહેલો વરસાદ પડી ગયો છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત ભજીયાને ઘરે જ ટ્રાય કરો
Uncategorized

સિઝનનો પહેલો વરસાદ પડી ગયો છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત ભજીયાને ઘરે જ ટ્રાય કરો

Hotline News
Last updated: June 23, 2024 6:15 AM
Hotline News - Editor Published June 23, 2024
SHARE

વરસાદ આવે અને ગરમાગરમ ભજિયાંની સાથે લીલાં મરચાં તળેલાં મળે તો જલસા પડી જાય. ક્યારેક તો મન થાય કે કાશ ડાકોરના ગોટા મળી જાય કે સુરતનાં કુંભણિયા ભજિયાં મળી જાય તો કેવું સારું? તો હવે એ માટે ગુજરાતની ટ્રિપ મારવાની જરૂર નથી. જાણીતાં શેફ નેહા ઠક્કર પાસેથી જાણીએ ફેમસ ભજિયાંની રેસિપી એટલે ઘેરબેઠાં ગુજરાતની સ્પેશ્યલિટી તૈયાર.

ડાકોરના ગોટા

સામગ્રી : ૧ કપ ચણાનો ઝીણો લોટ, પા કપ ચણાનો કરકરો લોટ, પા કપ ઘઉંનો કરકરો લોટ, ૧ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન આદુંની પેસ્ટ, ૧ ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી તલ, એક ચમચી આખા ધાણા, એક ચમચી લીલી વરિયાળી, અડધી ચમચી અધકચરાં મરી, બે ચમચી ખાંડ , પા કપ દહીં, ૧/૨ કપ લીલા ધાણા, ચપટી હિંગ, તળવા માટે તેલ 
બનાવવાની રીત : સૌપ્રથમ ઝીણો અને કરકરો ચણાનો લોટ મિક્સ કરો. ઘઉંના કરકરા લોટને બે ચમચી તેલથી મોઈ લો અને મિક્સ કરી લો. એમાં લીલાં મરચાં તથા આદુંની પેસ્ટ ઉમેરવી. આખા ધાણા તથા મરીનો અધકચરો ભૂકો કરી લો. બીજા મસાલા ઉમેરી, ૧ કપ જેટલું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો અને દહીં નાખીને ૧૫ મિનિટ માટે પલળવા દો.
હવે એમાં છેલ્લે લીલા ધાણા અને ચપટી સોડા નાખીને ૨ ટીસ્પૂન ગરમ તેલ રેડો અને બરાબર ફીણી લો. મી​ડિયમ આંચ પર ગોટા તળો.
ગુલાબી રંગના ગોટા તળાય એટલે મોળા દહીં કે ધાણાની ચટણી સાથે સર્વ કરો.

કુંભ​ણિયા ભ​જિયાં

સામગ્રી : ૧ કપ મેથીની ભાજી 
ઝીણી સમારેલી, ૧ બાઉલ સમારેલી કોથમીર, ૧ બાઉલ લીલી ડુંગળીનાં પાન સમારેલાં, ૧ નાની વાટકી લીલું લસણ સમારેલું, ૪ મરચાં ઝીણાં સમારેલાં, ૧ ચમચો આદું છીણેલું, ૧ ચમચી 
લસણ છીણેલું, ૧ ચમચી લીંબુનો રસ, ૨ બાઉલ ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે 
મીઠું, જરૂર મુજબ પાણી 
બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલમાં બધી ભાજી, મરચાં, આદું, લસણ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લેવું.
પછી એમાં ચણાનો લોટ મિક્સ કરવો. હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને બધું મિક્સ કરી લો.
હવે અંગૂઠા અને આંગળીની મદદથી નાનાં-નાનાં કુંભણિયા ભ​જિયાં ગરમ તેલમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાં.
તૈયાર છે કુંભ​ણિયા ભ​જિયાં.
અત્યારે વરસતા વરસાદમાં કુંભણિયા ભ​જિયાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

લસણિયા બટાટાનાં ભજિયાં

સામગ્રી : ૫૦૦ ગ્રામ નાના બટાટા, ૩૦ કળી લસણ, ૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, ૧ ટેબલસ્પૂન સૂકા આખા ધાણા, ૧ લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ
ખીરું બનાવવા માટે : ૩૦૦ ગ્રામ ચણાનો લોટ, ૨ ચમચી ચોખાનો લોટ, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, પા ચમચી હળદર, ૧ ચમચી ગરમ તેલ, પાણી જરૂર મુજબ, સ્વાદ મુજબ મીઠું
બનાવવાની રીત : બટાટાને ધોઈ વચ્ચે બે કાપ મૂકીને વરાળથી પોણા ભાગ જેવા બાફી લેવા. સાવ જ બફાઈને છૂંદો ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એ ઠંડા થાય એટલે છાલ ઉતારી લો. એક મિક્સરમાં લસણ, ધાણા અને મરચું લઈને સરસ પીસી લો. એમાં લીંબુ અને મીઠું મિક્સ કરી લો એટલે ચટણી તૈયાર.
બટાટાના વચ્ચેના ભાગમાં ચટણી ભરી દો. બધા બટાટા આ રીતે તૈયાર કરી દો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને ત્યાં સુધીમાં ભ​જિયાં માટે ખીરું તૈયાર કરી લો. હવે ખીરામાં ગરમ તેલ ઉમેરીને મિક્સ કરી લો. ખીરામાં ભરેલા બટાટા ડીપ કરીને ગરમ તેલમાં ગોલ્ડન તળી લો. હવે બધાં જ ભ​જિયાં થયા બાદ તળેલાં મરચાં અને ગ્રીન ચટણી કે કેચપ સાથે એને સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ખંભાત સ્પેશ્યલ દાબડા ભજિયાં

સામગ્રી : બે મોટા બટાટાની સમારેલી સ્લાઇસ
દાબડાનો મસાલો બનાવવા માટે : અડધો કપ ચણાનો લોટ, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણાજીરું, અડધી  ચમચી હળદર, ૧ મોટી ચમચી લસણની પેસ્ટ, ૧ ચમચી તલ, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી તેલ 
ખીરું બનાવવા માટે ઃ ૧ બાઉલ ચણાનો લોટ, મીઠું સ્વાદ મુજબ, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૪ ચમચી હિંગ, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી સોડા, પાણી જરૂર મુજબ, ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર, ૧/૨ ચમચી મરી પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો
બનાવવાની રીત: સૌપ્રથમ બટાટાને ધોઈને એની છાલ કાઢીને એની સ્લાઇસ કરી લેવી અને એને ઠંડા પાણીમાં રાખી દેવી. મસાલો બનાવવા માટે એક પૅનમાં ચણાનો લોટ લઈ એને એકદમ ધીમા ગૅસ પર સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
પછી ચણાનો લોટ ઠંડો થઈ જાય એટલે એમાં લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, ધાણાજીરું, લસણની પેસ્ટ, મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, ખાંડ, તલ, લીંબુનો રસ અને તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું.
બટાટાની સ્લાઇસને પાણીમાંથી નિતારી લેવી. પછી એક પર મસાલો લગાવી એના ઉપર એની ઉપર બીજી સ્લાઇસ મૂકી દેવી.
પછી ચણાના લોટનું ખીરું બનાવી લેવું. ચણાના લોટના ખીરામાં દરેક સ્લાઇસને ડિપ કરી ગરમ તેલમાં દાબડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા. તો તૈયાર છે ખંભાત સ્પેશ્યલ દાબડા ભજિયાં.
કઢી બનાવવા માટે : પા કપ મોળા દહીંમાં અડધો કપ બેસન ઉમેરીને જરૂર મુજબ પાણી મિક્સ કરો. તમારે કઢી જેટલી ઘટ્ટ રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવું. હવે કડાઈમાં તેલ લઈ રાઈ અને ૩-૪ લીલાં મરચાંનાં ટુકડા અને મીઠો લીમડો ઉમેરી કઢીનું મિશ્રણ ઉમેરવું.
પછી ત્રણથી ચાર ચમચી ખાંડ અને મીઠું ઉમેરી ઘટ્ટ કરી લો.

વરસાદમાં બપોરના નાસ્તામાં ચાની સાથે આ ચખણું ખાવાની મજા આવશે : સિંગનાં ચટપટા ​ભુજિયાં

સામગ્રી : ૫૦૦ ગ્રામ મોટા ​સિંગદાણા, ૧૫૦ ગ્રામ બેસન, ત્રણ ચમચી ચોખાનો લોટ, ત્રણ ચમચી કૉર્નફ્લોર, એક ચમચી તેલ, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું ૧/૨ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧/૨ ચમચી સફેદ મરચાંનો પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧/૨ ચમચી સોડા, તળવા માટે તેલ 
બનાવવાની રીત : સૌપ્રથમ બધા લોટને ચાળી લો. હવે એક બાઉલમાં લઈ એમાં સિંગ ઉમેરો. પછી એમાં બધા મસાલા અને સોડા મિક્સ કરી લો. હવે એમાં ૧-૧ ચમચી પાણી ઉમેરી લોટ થોડો છૂટો રહે એ રીતે ખીરું તૈયાર કરવું. ભજિયાં જેવું ઢીલું ખીરું નથી કરવાનું. હવે તેલ એકદમ ગરમ કરીને પછી એક-એક ભુજિયું પાડી ગૅસ મી​ડિયમ કરી કડક થાય ત્યાં સુધી તળો.
આ રીતે બધાં ભુ​જિયાં તૈયાર કરી લો. એના પર થોડો ચાટ મસાલો અને 
સફેદ મરચું છાંટીને બરાબર મિક્સ કરી લેવું. આ ભુ​જિયાં પંદર દિવસ સારાં રહે છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

શનિ ગોચર! આ રાશિઓ પર થશે ધનનો વરસાદ! 2026 ના અંત સુધી શનિ પોતાના આશીર્વાદ વરસાવશે

મમતાને મોટો ફટકો, મેયર સહિત 30એ આપ્યા રાજીનામા, ચંદનનગરમાં ખીલશે કમળ?

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતભારત
શું તમને મળ્યું છે અનંત- રાધિકાના લગ્નનું આમંત્રણ પત્ર? શું છે તેની ખાસ વાતો?
Hotline News Hotline News June 28, 2024
ચોંકાવનારા છે ફોરેન્સિક રિપોર્ટના પ્રારંભિક પરિણામો… ટેકનિકલ અને આયોજિત હતો બોમ્બ બ્લાસ્ટ
ઓનલાઈન વીડિયો જોઈને બનાવતા હતા એમડી, સુરતમાં જ બનવા લાગ્યુ મેફેડ્રોન ડ્રગ્સ
કોવિડ-19: નવા પ્રકાર સાથે ફરી પાછો ફર્યો કોરોના, 27 દેશોમાં ફેલાયું ચેપ, જાણો કેટલો ખતરનાક?
પ્રથમ તપાસમાં 165 સેમી, પછી બીજી પરીક્ષામાં ઉંચાઈ ઘટી, ગુજરાત પોલીસ ભરતી વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

શું તમે જાણો છો કે ‘ટી-સિરીઝ’માં ‘ટી’ શબ્દનો અર્થ શું છે? એક જ્યુસ વેચનાર ‘કેસેટ કિંગ’ કેવી રીતે બન્યો?

Hotline News Hotline News May 19, 2026
Uncategorizedગુજરાતવડોદરા

ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટ તૈયાર, જુઓ વીડિયો

Hotline News Hotline News May 14, 2026
Uncategorized

પ્રેમ લગ્ન, ગર્ભપાત અને પછી ઝઘડો, 36 વાર ઘા મારીને વેવાઈનો જીવ લીધો

Hotline News Hotline News May 7, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?