By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું?
મનોરંજન

કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું?

Hotline News
Last updated: June 19, 2024 12:35 PM
Hotline News - Editor Published June 19, 2024
Maharaja movie controversy
Maharaja movie controversy
SHARE

મારી ‘મહારાજ’ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી હતી અને એના પરથી મુંબઈમાં એ જ નામનું નાટક ચાલી રહ્યું હતું. ૨૦૧૪ની વાત. પાંચમો-છઠ્ઠો શો હતો. નાટક શરૂ થતાં પહેલાં કોઈએ આવીને મને કોકિલાબહેનના આગમન વિશે કહ્યું. હું વિચારમાં પડી ગયો. કોકિલાબહેન અંબાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ છે. એ આ નાટક જોવા આવ્યા? મનમાં થયું કે ભલે જુએ, એમાં શું? Maharaja movie controversy

ઈન્ટરવલમાં મને કહેણ આવ્યું : ‘કોકિલાબહેન નાટકના લેખકને મળવા માગે છે.’

હું ગયો એમની પાસે. પહેલી જ વખત એમને મળતો હતો. એમની સાથે જે વાતો થઈ એમાંની બેત્રણ વાતોમાંની એક એ હતી કે ધીરુભાઈએ એમને જ્યારે નાથદ્વારા ટેમ્પલ બોર્ડના એક ટ્રસ્ટી તરીકે મૂક્યા (વાઈસ પ્રેસિડન્ટ ઘણાં વર્ષો પછી બન્યા) ત્યારે ધીરુભાઈએ એક સૂચના સ્પષ્ટ આપી હતી : ભગવાન સિવાય કોઈના પણ ચરણસ્પર્શ કરવાના નહીં. અને બીજી એક સલાહ પણ ધીરુભાઈએ કોકિલાબહેનને આપી હતી : લક્ષ્મીને ક્યારેય કોઈ મનુષ્યદેહધારીનાં ચરણમાં નહીં મૂકવાની (અર્થાત્ ભેટ ચડાવવી હોય તો હાથોહાથ કે અન્ય કોઈ માધ્મયથી ધરાવવી). બીજી થોડીક વાતો થઈ.

નાટક પૂરું થયા પછી કોકિલાબહેન બૅકસ્ટેજમાં આવ્યાં. નાટક લખવા બદલ મારાં ખૂબ વખાણ કર્યાં. અમારા દિગ્દર્શક વિપુલ મહેતા અને નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાને આ સાહસ કરવા બદલ અભિનંદન આપ્યાં. મહારાજનો રોલ કરતા ગુજરાતી નાટ્યજગતના સશક્ત અભિનેતા અભય હરપળેને તથા કરસનદાસ મૂળજીનો—હીરોનો, રોલ કરતા મલ્હાર ઠાકરનાં પણ વખાણ કર્યા. (2014 પછી મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર બની ગયા છે. ઘણા સારા અભિનેતા છે). નાટકની સમગ્ર ટીમને વધાઈ આપ્યા પછી વિદાય લેતી વખતે કોકિલાબહેને કહ્યું કે હું મારી પુત્રવધુને લઈને ફરી આ નાટક જોવા આવીશ.

અમને લાગ્યું કે નાટકનાં વખાણ કરવાની આ એક રીત છે. પણ બીજા પાંચ-છ શો પછી, નાટકના દસમા-બારમા શોમાં કોકિલાબહેન ફરી ‘મહારાજ’ જોવા આવ્યાં – આ વખતે એમની સાથે એમના પુત્રવધુ ટીનાબહેન અંબાણી હતાં. સાસુવહુએ મનભરીને નાટક માણ્યું. ઇન્ટરવલમાં હું એમને મળવા ગયો. કોકિલાબહેન તો હવે મને ઓળખતા હતા. એમણે પોતાની પુત્રવધુની ઓળખાણ કરાવી. મેં એમને નમસ્કાર કરીને કહ્યું, ‘હું તો તમને નિવૃત્તિ મુનીમ તરીકે જાણું છું!’

ટીના મુનિમના નામે હિંદી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે જાણીતાં થયાં તે પહેલાં તેઓ નિવૃત્તિ મુનિમ હતાં. અમે એક જ સ્કૂલમાં ભણતાં – મુંબઈમાં ખાર વિસ્તારની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં. તેઓ શાળાની નજીક જ રહેતાં. મારા કરતાં બેએક ધોરણ આગળ હતાં. ‘મહારાજ’ નવલકથા પરથી બનેલી હિંદી ફિલ્મ જોયા વિના દેશભરમાં જે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે સમયમાં મને સાહજિક રીતે એક દસકા પહેલાંના ‘મહારાજ’ નાટકના એ દિવસો યાદ આવી ગયા.

‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ, ફર્સ્ટ હાફ 1997માં લખાયો. અમદાવાદથી ‘નેટવર્ક’ નામનું સરસ સાપ્તાહિક નવું નવું શરૂ થયું હતું. એમાં મેં ‘મહારાજ’ ધારાવાહિક સ્વરૂપે લખવાની શરૂઆત કરી. પ્રથમ પ્રકરણની સાથે એક પ્રસ્તાવના, નવલકથાની ભૂમિકા જેવી વાતો, લખી. ‘મહારાજ’ પુસ્તકમાં પણ ‘લેખકની જુબાની’માં એ વાત વણી લીધી છે. અને ‘મહારાજ’ ફિલ્મમાં પણ કરસનદાસ મૂળજીના મોઢે એ વાત ડાયલોગરૂપે સંક્ષિપ્તમાં મૂકાઈ છે.

મારો જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં થયો છે. શ્રીનાથજી મારા ઈષ્ટદેવ છે. જન્મે હું વૈશ્ય છું. અને મા સરસ્વતીના આશીર્વાદથી દાયકાઓથી લેખનકાર્ય કરીને આજીવિકા રળું છું એટલે કર્મે હું બ્રાહ્મણ છું. અને સ્વભાવે હું ક્ષત્રિય છું. મારી કલમને તલવાર બની જતાં મારા મિત્રોએ-મારા વાચકોએ અનેકવાર જોઈ છે. પણ મારું ધ્યેય શુદ્ર બનવાનું છે. મારામાં, મારા સમાજમાં, મારા ધર્મમાં, મારા દેશમાં – દુનિયામાં જ્યાં જ્યાં સફાઈ કરવાની જરૂર હોય ત્યાં હું સાફસૂફી કરતો રહું એવા આશીર્વાદ ભગવાન પાસે સતત માગતો રહું છું. ‘મહારાજ’ નવલકથાનું લેખન મારું આવું જ એક કાર્ય છે.

શું ‘મહારાજ’ હિંદુ ધર્મવિરોધી છે ? સનાતન વિરોધી છે ? વૈષ્ણવ સંપ્રદાયવિરોધી છે ? ના. ના. ના. પણ આનો સ્પષ્ટ જવાબ તમને તો જ જાણવા મળે જો તમે ‘મહારાજ’ નવલકથા વાંચી હોય. નવલકથામાં કવિ નર્મદાશંકર લાલશંકર દવેનું ચરિત્ર ખૂબ સરસ રીતે ઉપસાવવામાં આવ્યું છે. કવિ નર્મદ અને કરસનદાસ મૂળજી એકમેકના સમકાલીન. બેઉ લગભગ સરખી ઉંમરના મિત્રો. કરસનદાસ વરસેક મોટા. 25 જુલાઈ 1832ના રોજ જન્મ. નર્મદનો જન્મ 24 ઑગસ્ટ 1833ના રોજ. નર્મદ પણ પત્રકાર. ‘ડાંડિયો’ નામનું સામયિક શરૂ કરેલું —1864 માં, જે ત્રણચાર વખત બંધ પડ્યું અને ફરી શરૂ થયું, છેવટે સંકેલી લેવું પડેલું. એ પહેલાં કરસનદાસે 1855 માં પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કરી દીધું હતું. નર્મદ એમાં પણ લખે. એ અગાઉ બંને મિત્રો દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફ્તાર’માં લખતા.

જદુનાથ મહારાજના કન્યા કેળવણીનાં અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓનાં કામથી કરસનદાસ ખૂબ પ્રભાવિત. નર્મદે જદુનાથનાં કુકર્મો વિશે કરસનદાસનું ધ્યાન દોર્યું. 1860ના ઑક્ટોબરમાં કરસનદાસે એ વિશે વિગતે ‘સત્યપ્રકાશ’માં લખ્યું. જદુનાથે આ લેખોના પ્રકાશન પછી રૂપિયા પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. નર્મદે આ કેસમાં એક અગત્યના સાક્ષી તરીકે અદાલતના કઠેડામાં ઊભા રહીને કરસનદાસની તરફેણમાં, જદુનાથની વિરુદ્ધમાં ખૂબ સુંદર જુબાની આપી.

નર્મદે જદુનાથને પડકારતા અને એમને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપતા ઘણા પત્રો લખ્યા. મુંબઈમાં એક ખીચોખીચ સભામાં બંને વચ્ચે શાસ્ત્રાર્થ થયો જેનું રિપોર્ટિંગ કરસનદાસે ‘સત્યપ્રકાશ’ માટે કર્યું. આ બધી રસપ્રદ વિગતો તમને ‘મહારાજ’ નવલકથામાં જ વાંચવા મળશે. મુંબઈની સુપ્રીમ કોર્ટે જદુનાથ મહારાજે દાખલ કરેલા કેસમાં કરસનદાસ તરફી ચુકાદો આપ્યો.

શું મહારાજ લાયબલ કેસમાં પહેલેથી છેલ્લે સુધી કરસનદાસ મૂળજીની સાથે રહેનાર કવિ નર્મદ હિંદુવિરોધી હતો? સનાતનદ્રોહી હતો? વૈષ્ણવ સંપ્રદાયનો વિરોધી હતો? 24 ઑગસ્ટએટલે નર્મદની જન્મજયંતિ. ગુજરાતના અને દુનિયાભરના ગુજરાતીઓ આ પ્રસંગને દાયકાઓથી સત્તાવાર માતૃભાષા ગુજરાતી દિવસ તરીકે ઉજવે છે. શું આપણે ગુજરાતીઓ એટલા બેવકૂફ છીએ કે કોઈ હિંદુવિરોધી, સનાતનદ્વેષી, વૈષ્ણવ સંપ્રદાયવિરોધીના જન્મદિવસને આટલું મોટું બહુમાન આપીએ?

— સૌરભ શાહ

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsMaharashtra
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
Hotline News Hotline News December 20, 2025
બિલાડીને બોરીમાં ભરીને જમીન પર પછાડી, પછી પથ્થર વડે કચડીને મારી નાખી
‘કોઈ પણ મેદાન હોય…ભારત જીતશે’, CM યોગી, અખિલેશ અને યુપી પોલીસે અભિનંદન પાઠવ્યા
શું તમે રોજેરોજ સ્પામ કોલ્સ દ્વારા પરેશાન થઈ રહ્યા છો? તેમને એન્ડ્રોઇડ ફોન પર બ્લોક કરવાની સરળ ટીપ્સ જાણો
‘સાઈ બાબા’ ફેમ અભિનેતા સુધીર દળવીને મદદ કરવા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા આગળ આવી, સોશિયલ મીડિયા પર માહિતી આપી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?