યુપીઃ ફ્લોરિડા (અમેરિકા)ની 30 વર્ષીય બ્રુકલિન કાર્નલીએ થોડા મહિનાઓ પહેલા PUBG ગેમ રમતા ઇટાવાના હિમાંશુ યાદવ સાથે મિત્રતા કરી હતી. એકબીજાને મળવાનું નક્કી થયું એટલે ત્રણ મહિના પહેલા બ્રુકલિન ચંદીગઢ પહોંચી અને તેના મિત્ર સાથે ત્યા રહી હતી. આ પછી તે દિલ્હી પહોંચી અને ફેક્ટરીમાં કામ કરતા તેના મિત્ર હિમાંશુને મળી હતી. 5મી મેના રોજ તેની સાથે ઇટાવા પહોચી ગઈ હતી. American girl reached up
PUBG રમતી વખતે મિત્ર બન્યા બાદ અમેરિકામાં રહેતી એક યુવતી તેના મિત્રને મળવા ઇટાવા (American girl reached up) પહોંચી હતી. નવ દિવસ રોકાયા બાદ ગુરુવારે રાત્રે તેનો મિત્ર તેને રોડવેઝની બસમાં દિલ્હી મૂકવા જઈ રહ્યો હતો. દરમિયાન, કોઈએ વિદેશી યુવતીને બળજબરીથી ઉપાડી જવા અંગે ઇટાવા રિજનલ મેનેજર (આરએમ)ને ફરિયાદ કરી હતી. તેમની સૂચના પર ડ્રાઈવર બસ લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે યુવતી અને તેના મિત્રની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યુ કે યુવતી ત્રણ મહિના પહેલા ભારત આવી હતી. 4 જૂન સુધી ચંદીગઢમાં અન્ય મિત્ર સાથે રહ્યા બાદ તે ઈટાવા પહોંચી હતી.
આ બંને ગુરુવારે રાત્રે 9.30 કલાકે ઇટાવા ડેપોથી બસ દ્વારા દિલ્હી પરત ફરી રહ્યા હતા. દરમિયાન એક મુસાફરે આર.એમ.પરશુરામ પાંડેને ફોન કરીને એક વિદેશી યુવતીને બળજબરીથી ઉપાડી જવાની ફરિયાદ કરી હતી. આરએમના નિર્દેશ પર ડ્રાઈવર અને કંડક્ટર બસને સીધી શિકોહાબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા. મોડી રાત સુધી IB અને LIUની ટીમો પણ હિમાંશુ અને યુવતીની પૂછપરછ કરી બાદમાં તેમને જવા દીધા હતા.
એસપી ગ્રામીણ કુમાર રણવિજય સિંહે કહ્યું, બ્રુકલીને સ્વેચ્છાએ આવવાનું કહ્યું છે. તે તેની સંમતિથી હિમાંશુ સાથે દિલ્હી થઈને ચંદીગઢ જવા માંગે છે. તેણે હિમાંશુ સામે કોઈ કાર્યવાહી કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આ અંગેની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે.