સામાન્ય રીતે ભારતના વડાપ્રધાન મોદી અને ઈટાલીના વડાપ્રધાન મોલોનીના મીમ્સ સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવતા જ રહે છે. જેમાં ક્યારેક બાબુ સોના વાલા વાક્યો પણ લખવામાં આવતા હોય છે, તો ક્યારેક અદભૂત સંગીત થકી લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ખચકાતા નથી. ત્યારે હવે મોદી-મેલોનીની સેલ્ફી (PM Modi Meloni Selfie) એ ફરી ચર્ચા જગાવી છે.
13થી 15 જૂન સુધી ઈટાલીમાં જી-7 શિખર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સમ્મેલનમાં વડાપ્રધાન મોદી અને તેની ઈટાલીયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીએ એક સેલ્ફી લઈને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. વડાપ્રધાન મોદીએ આ શિખર સમ્મેલન દરમ્યાન પોતાની ઈટાલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વિદેશ મંત્રાલય અનુસાર બન્ને પક્ષોએ દ્વિપક્ષીય રક્ષા અને સુરક્ષા સહયોગ પર ચર્ચા કરી તેમજ રક્ષા ઉદ્યોગને વધુ મજબૂત બનાવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
દુબઈમાં પણ લીધી હતી સેલ્ફી
મેલોનીના અન્ય નેતાઓ સાથેના ફોટો જોઈને મોદી દ્વારા બેવફાઈની દુહાઈ આપતા ઘણા મીમ્સ હાલ સોશ્યલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે. PM Modi Meloni Selfie સેલ્ફીમાં ફરી બન્ને નેતા પોતાની આગવી છતાથી હાસ્ય છલકાવતા જોવા મળ્યા હતા. ગયા વર્ષે પણ ડિસેમ્બરમાં બન્ને નેતાએ દુબઈમાં 28મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (સીઓપી 28)ના અવસર પર સેલ્ફી ક્લીક કરતા ખુબ વાયરલ થઈ હતી. ત્યાર બાદથી જ બન્નેના ફોટો વીડિયો મર્જ કરીને એઆઈની મદદથી પ્રેમ કહાનીનું સ્વરુપ પણ આપવામાં આવ્યું હતું.
મેલોની દ્વારા મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે વધામણા
આ સાથે જ પીએમ મોદીએ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન ઈટાલિયન અભિયાનમાં ભારતીય સેનાના યોગદાનની માન્યતા આપવા માટે ઈટાલિયન સરકારનો આભાર માન્યો હતો. ઉપરાંત મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન પદની સપથ લેવા માટે વધામણા આપ્યા હતા.
આ પણ વાંચોઃ ‘યોગ દિવસે’ કાશ્મીરમાં ‘દાલ લેક’ના કિનારે મોદી ઉજવણી કરશે