પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : આ સપ્તાહે અણધાર્યા લાભ થવાની અનેક શકયતા અને સંયોગ બની રહ્યા છે. નવા નવા વાહન તેમજ જમીન મકાન પ્લોટ ખરીદવાના સંયોગો. પિત્ત પ્રકોપ કે પિત્ત પ્રકૃતિ વાળાએ જાતક એ આરોગ્ય અંગે ખાસ કાળજી રાખવી. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ, અતિ વ્યસ્ત સાથે થોડું લાભકારી પણ નીવડશે. છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ થોડું સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ તથા વ્યસ્ત નીવડશે. ૩ ઓકટોબર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : બેંકના તમામ વર્ગના કર્મચારીઓ, નાણાકીય સલાહકારો, વીમા કંપનીના એજન્ટ એવમ સલાહકાર, ઓફિસર્સ, ખાનગી એકાઉન્ટન્સી ફર્મસના જાતક માટે હળવું આ સપ્તાહ લાભદાયક તેમજ અતિ વ્યસ્ત નીવડશે. આ સાથે નવી તક પણ મળવા સંભવ. ઔદ્યોગિક એકમના જાતક માટે અતિ વ્યસ્ત તથા હળવું સાનુકૂળ સપ્તાહ. વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતક માટે હળવું લાભકારી સપ્તાહ. અન્ય વ્યાપારીઓ માટે ભાગદોડ વાળું સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ પણ બદલી બઢતીના સંયોગ. ખાનગી કર્મીઓ માટે સારું સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૩૦ સપ્ટેમ્બર સરેરાશ નીવડશે.
(૩) મિથુન : વિદ્યાલય એવમ મહાવિદ્યાલયના કર્મીઓ તથા નાણાકીય એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળું + સરેરાશ નીવડશે. ઈમીટેશન જવેલરી ના ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. આયાત નિકાસના નાના મોટા એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. આ સિવાય અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરળ ને સાનુકૂળ નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિવારજનો તથા મિત્રો દ્વારા સાથ એવમ સહકારના સંયોગ. મહિલા કર્મી,ગૃહિણી માટે લાભદાયક સપ્તાહ. નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાવ મધ્યમ નીવડશે. ૩૦ સપ્ટેમ્બર હળવું પ્રતિકૂળ રહેશે.
(૪) કર્ક : સેલેબલ પર્શન એવમ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે અત્યાધિક લાભદાયક સપ્તાહ. કાગળ તેમજ દરેક પ્રકાર ની પ્રિંટ્સ, તથા પુસ્તક પ્રકાશન + છપાઈ કાર્યના એકમ, નાના મોટા પ્રિન્ટીંગ એકમના જાતક એવમ સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યવસાયિક કલા તથા કન્સલ્ટન્સી ફર્મ, સર્વિસ-બિઝનેસના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.
ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિવારજનો સાથે હળવાં વાદ વિવાદના સંયોગ. નિવૃત્ત તથા ગૃહિણી તથા વિદ્યાર્થી માટે સપ્તાહ સાનુકૂળ સપ્તાહ. ૧ ઓકટો. સામાન્ય જણાશે.
(૫) સિંહ : કાર્ગો એવમ કુરીયર, લોજીસ્ટીક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. આ સપ્તાહે એક સરખી રીતે આવક તથા જાવકના સંયોગ પણ જણાશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું પણ લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડે તેવી શક્યતા. સરકારી કર્મચારી માટે ભાગદોડ વાળું સપ્તાહ જણાશે, સાથે બદલી બઢતીના સંયોગ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું એવમ લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે લાભકારી સપ્તાહ ૩ ઓકટોબર સાનુકૂળ રહેશે.
(૬) કન્યા : સ્વગૃહી એવમ ઉચ્ચસ્થ બુધ વાળા તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સાથે અણધાર્યા લાભના પણ એટલા જ સંયોગ જણાશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ અથવા સાવ સરેરાશ જણાશે. કોમોડીટી, શેરબજાર કે સટ્ટાના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વણિજના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ પ્રગતિકારક જણાશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલાકર્મી તથા ગૃહિણી માટે લાભદાયક સપ્તાહ. ૩૦ ઓકટોબર સામાન્ય જણાશે.
(૭) તુલા : મેટલના વ્યાપારી જાતક તથા મેટલ પાર્ટસના ઉત્પાદક તથા વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ અત્યાધિક લાભદાયક નીવડશે. કેમિકલ્સ એકમના જાતક તેમજ ફાર્મા કેમિકલ એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ જણાશે. આ સિવાયના ઔધોગિક એકમ વાળા જાતક માટે હળવું લાભકારી અથવા સાનુકૂળ સપ્તાહ. વ્યાપાર-વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું તથા હળવું વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. પરંતુ સાથે બદલી-બઢતી થાય તેવી શક્યતા જણાશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૨૮ સપ્ટેમ્બર સરેરાશ નીવડશે.
(૮) વૃશ્ચિક : આ સપ્તાહ દરમિયાન ઉતાવળે તથા અજાણ્યા જોડે વહીવટ વ્યવહાર કરવો નહીં. માખણ, ઘી પનીર ચીઝ તથા પ્રવાહી દુગ્ધ પેય એવમ ખાદ્ય પેયના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. રસાયણિક દ્રવ્યો/ ખાતરના ઉત્પાદક તથા જથ્થા બંધ વ્યાપારી તેમજ વિક્રેતા માટે બહુ લાભકારી સપ્તાહ સર્વિસ + કન્સલ્ટિંગ બિઝનેસના જાતક માટે ઉતમ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા નાના મોટા તમામ વ્યાપારી માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું વ્યસ્ત તથા ભાગદોડ વાળુ જણાશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૪ ઓકટો. સામાન્ય રહેશે.
(૯) ધન : આયુર્વેદિક વૈદ્ય, આયુર્વેદીક ફાર્મસી, તથા હર્બલ એવમ પ્રાકૃતિક ચિકિત્સા સંબંધિત એવમ આયુર્વેદ સંબંધિત તેના તમામ ઔષધ નિર્માણ સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ટ્રાવેલ તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. આ સિવાય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. પરિવાર જનો ત્થા મિત્રવર્તુળ સાથે સુમેળ અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. ૩ ઓકટોબર સાવ સાધારણ રહેશે.
(૧૦) મકર : ગૃહ ઉદ્યોગના જાતક, કુટિર ઉદ્યોગના જાતક તેમજ નાના નાના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે. ફાઈનાન્સ એકમના જાતક એવમ બેંક કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અથવા હળવું પ્રતિકૂળ જણાશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ભાગ દોડ વાળું રહેશે. વ્યાપાર-વણિજ એકમના જાતક માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. ખાનગી કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. મિત્રો સ્નેહી તરફથી સહકાર મળશે તેવા સંયોગ અને પૂર્ણ સંભાવના પણ. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકારી. ૩૦ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.
(૧૧) કુંભ : શેરબજાર, વાયદા બજાર કોમોડીટીના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. અગ્નિ, વિદ્યુત તેમજ બળતણ હોય તેવા પદાર્શ (જેમાં અગ્નિ મૂળ તત્વ હોય તેવા)+ વાયુ તત્વ દ્વારા ચોક્કસ ક્રિયા-પ્રક્રિયા ધરાવતા લોખંડ મશીનરીઝના એકમ તથા તેના પાર્ટ્સ ના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ડ્રાઈવર્સ સમેત ટ્રાન્સ્પોર્ટેશન એકમના જાતક માટે લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વાણિજયના જાતક માટે અતિ વ્યસ્ત તથા સાનુકૂળ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે વ્યસ્ત +દોડધામ વાળું સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારક રહેશે. ૨૮ સપ્ટેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
(૧૨) મીન: ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક તથા સરકારી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. ખાનગી એકાઉન્ટ ક્ષેત્ર તથા વીમા એજન્સી, તથા ખાનગી બેન્કિંગ/ફાઈનાન્સ એકમ સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ સાવ મધ્યમ અથવા સરેરાશ નીવડે તેવી શક્યતા. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપાર વણિજના એકમના જાતક + નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧ ઓક્ટોબર મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર
ફોન. 09879499307 –https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com


