પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : પ્રવાહી ખાદ્ય ઉત્પાદન એકમ તથા વેચાણ એકમ જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ એવમ અતિ વ્યસ્ત નીવડશે. કલા, સેવા–વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભદાયક નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત એવમ સાનુકૂળ નીવડશે. જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. છૂટક તથા નાના વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ૮ ઓગસ્ટ મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : ધાતુ ઉત્પાદ સંબંધિત હ્યુજ & હેવી ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટના જાતક માટે સરેરાશ સપ્તાહ. ઈલેક્ટ્રીકલ્સ રીલેટેડ ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા મધ્યમ રહેશે. આ સિવાયના, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ભાગ દોડ વાળું નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. કુટુંબ-પરિજનો, મિત્રવર્તુળ સાથે સુમેળ અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. ૫ ઓગસ્ટ સાવ સરેરાશ રહેશે.
(૩) મિથુન : ધંધા- વ્યવસાય સંબંધિત કામકાજ અધૂરા રહી જવાના સંયોગ. ધંધા વ્યવસાયના પ્રારંભ માટે લાભકારક સપ્તાહ. સ્મોલ મશીનરીઝ ઉદ્યોગના જાતક માટે લાભદાયક સપ્તાહ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર ક્ષેત્રે મોટા તથા જથ્થાબંધ વ્યાપારના તમામ જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ જણાશે. નાના, છૂટક તથા ફેરી કરતા વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. મધ્યમ વર્ગ માટે લાભકારી સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૪ તથા ૫ ઓગસ્ટ સામાન્ય રહેશે.
(૪) કર્ક : જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ, સંસ્થા એવમ આશ્રમ, કોન્વેન્ટ, શૈક્ષણિક સંસ્થાના જાતક તથા સંત મહંત એવમ સન્યાસી માટે આ સપ્તાહ આંશિક પ્રતિકૂળ અથવા સાવ સામાન્ય રહેશે. જાહેર ટ્રસ્ટ-સંસ્થા સાથે જોડાયેલ અન્ય જાતક સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સર્જાવાના સંયોગ, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સંઘર્ષ વાળું રહેશે. તથા કઠિન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાના જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભ વાળું રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. મહિલા કર્મી, ગૃહિણી નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. ૬ તથા ૯ ઓગસ્ટ સાધારણ રહેશે.
(૫) સિંહ : અગ્નિ તત્વ એવમ વિદ્યુત સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાણ-ખનીજ એકમના જાતક તથા અન્ય, ઔદ્યોગિક એકમ એકમના જાતકો એવમ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. છૂટક તથા ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભકારી ત્થા વ્યસ્ત જણાશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે. ૯ ઓગસ્ટ મધ્યમ જણાશે.
(૬) કન્યા : કેનિંગ એવમ પેકિંગ ખાદ્ય ઉત્પાદના એકમના જાતક તથા કલા, વ્યવસાય તેમજ સર્વિસ બિઝનેસના જાતકો માટે ભાગદોડ વાળું એવમ આંશિક લાભદાયક સપ્તાહ. કાપડ, રેડીમેડ ગાર્મેન્ટસના ઔદ્યોગિક–વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય, તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ & વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. મહિલા, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૫ તથા ૮ ઓગસ્ટ સાનુકૂળ જણાશે.
(૭) તુલા : હેવી & હ્યુજ મશીનરીઝ એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક એવમ અતિ વ્યસ્ત રહેશે. શેર બજાર, વાયદા બજાર કે અવૈધ સટ્ટા/જુગાર સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડે તેવા સંયોગ. આ સિવાયના, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સાનુકૂળ સપ્તાહ. નાના ઔદ્યોગિક એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. વ્યાપારી જાતક માટે વ્યસ્ત તથા સાનુકૂળ સપ્તાહ. નાના વ્યાપારી માટે આ લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે લાભકારક સપ્તાહ. વિદ્યાર્થી, ગૃહિણી,મહિલાકર્મી તથા નિવૃત્ત માટે નિરાંતવું સપ્તાહ. ૫ તથા ૬ ઓગસ્ટ મધ્યમ જણાશે.
(૮) વૃશ્ચિક : નોન બેન્કિંગ ફાઈનાન્સ એવમ બેંકિંગ ફાયનાન્સ કંપની સાથે જોડાયેલ તમામ જાતક તેમજ ખાનગી મેનેજમેન્ટ ફર્મ-એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાના સંયોગ. વિવિધ ક્ષેત્રના માર્ગદર્શન આપતા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયક નીવડશે. તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ રાબેતા મુજબ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ. ૮ તથા ૯ ઓગસ્ટ સાનુકૂળ જણાશે.
(૯) ધન : નવા ધંધા વ્યવસાય કે ઔદ્યોગિક એકમના પ્રારંભ માટે આ સપ્તાહ યોગ્ય એવમ સાનુકૂળ નીવડશે. ઓર્ગેનિક કેમિકલ્સ, કૃષિ વિષયક ઉત્પાદ તથા તેને સંબંધિત વસ્તુઓ નો વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. લીગલ શેરબજારના જાતક માટે હળવું લાભકારી સપ્તાહ. આ સિવાયના,અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ લાભદાયી સપ્તાહ. મોટા વ્યાપાર-વાણિજ્યક એકમના જાતક માટે આ સાનુકૂળ સપ્તાહ. છૂટક તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે વ્યસ્ત તથા ભાગદોડ વાળું સપ્તાહ. સરકારી કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે સાનુકૂળ સપ્તાહ. ૮ ઓગસ્ટ સાધારણ રહેશે.
(૧૦) મકર : અવૈધ વહીવટ,વ્યવહાર કરતાં ભાવકો માટે પ્રતિકૂળ સપ્તાહ. હોટેલ, રીસોર્ટ એવમ રેસ્ટોરાં જેવા આતિથ્ય સેવા પ્રદાન કરતા એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી કે ટલ્લે ચડી ગયેલ દસ્તાવેજી કામકાજ પૂર્ણ થવાના સંયોગ.
આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વ્યાપાર–વાણિજયના તમામ પ્રકારના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત તથા સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી માટે લાભકારી સપ્તાહ. ૩ ઓગસ્ટ મધ્યમ જણાશે.
(૧૧) કુંભ : જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ સાવ સામાન્ય જણાશે. ઈમીટેશન તથા રીયલ જેમ & જવેલરીઝ ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક સમેત સોના-ચાંદીના વ્યાપારી માટે આ સપ્તાહ હળવું હળવું પ્રતિકૂળ નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. છૂટક વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૩ તથા ૪ સાવ પ્રતિકૂળ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)
(૧૨) મીન: કાપડ, રેડીમેડ ગાર્મેંટ્સ, શુ વેર્સના ઉત્પાદક-વિક્રેતા તથા બ્યુટી પાર્લર–સલૂન ચલાવતા જાતક માટે આ સપ્તાહ વિશેષ લાભકારી નીવડશે. વિચારક, લેખક, સાહિત્યકાર, પ્રોકલેમ સેલીબ્રીટી માટે હળવું લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયી. ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપાર વણિજના એકમના જાતક માટે હળવું લાભદાયક સપ્તાહ. અન્ય વ્યાપારીઓ તેમજ નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ભાગદોડ વાળું સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે લાભકારી સપ્તાહ. ૮ ઓગસ્ટ સરેરાશ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર
ફોન. 09879499307 https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com


