By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Banaskantha for Bio CNG,Suzuki
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Banaskantha for Bio CNG,Suzuki
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Banaskantha for Bio CNG,Suzuki
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Banaskantha for Bio CNG,Suzuki
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Banaskantha for Bio CNG,Suzuki
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આખું વિશ્વ છોડીને સુઝુકી કંપનીએ બાયો સીએનજી માટે બનાસકાંઠામાં રસ દાખવ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > આખું વિશ્વ છોડીને સુઝુકી કંપનીએ બાયો સીએનજી માટે બનાસકાંઠામાં રસ દાખવ્યો
Uncategorized

આખું વિશ્વ છોડીને સુઝુકી કંપનીએ બાયો સીએનજી માટે બનાસકાંઠામાં રસ દાખવ્યો

Hotline News
Last updated: July 27, 2024 12:28 PM
Hotline News - Editor Published July 27, 2024
Banaskantha for Bio CNG,Suzuki
SHARE

બનાસ ડેરીના સહયોગથી ₹250 કરોડના ખર્ચે પાંચ પ્લાન્ટ સ્થપાશે

પાલનપુર: વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી Suzuki મોટર કંપનીએ પોતાના ભાવી બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી રૂપિયા 250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબી સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કરી આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. Banaskantha for Bio CNG

એશિયાની સૌથી મોટી ડેરી  બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્ત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સહ સ્ટેશનો ઊભા કરવા રૂ.૨૫૦ કરોડથી વધુના રોકાણ કરશે ઉપરાંત સાથે સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે.

પશુપાલકોના પશુઓના છાણ, મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી ૨૦૧૯માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો.આ પ્રોજેક્ટથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. જે ૨૦૨૫ સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દીયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેક્નોલોજીકલ મળી રૂ.૨૫૦ કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે.

શુક્રવારે સુઝુકી કંપની, જાપાનના પ્રમુખ તોશીહીરો શાન સુઝુકી, આયુકાવા શાન, વાઇસ ચેરમેન, સુઝુકી ગ્રુપ, ⁠ટોયો ફૂંકું શાન, ડાયરેક્ટર, સુઝુકી ઇન્ડિયા સુઝુકી સહિત કંપનીના અધિકારીઓ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા . આ મુલાકાત દરમિયાન તોશીહીરો સુઝુકીએ ટિમ સાથે બનાસ ડેરી ઉપરાંત દામા ખાતે આવેલા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ગોલ થી બનાસ ડેરીને મળેલી રાહ ઉપર ચાલી બનાસ ડેરી  ગોબર માંથી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઈકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. જેમાં દૈનિક પાંચ લાખ કિલો ગોબર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને પાંચ લાખ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટ્સની જિલ્લામાં સ્થાપના કરાશે.” આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશીહીરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે, “અમારી કંપનીએ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, NDDB અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઈન તૈયાર કરાશે.”

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

શનિ ગોચર! આ રાશિઓ પર થશે ધનનો વરસાદ! 2026 ના અંત સુધી શનિ પોતાના આશીર્વાદ વરસાવશે

મમતાને મોટો ફટકો, મેયર સહિત 30એ આપ્યા રાજીનામા, ચંદનનગરમાં ખીલશે કમળ?

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Saif Ali Khan Attack: હુમલાખોરનો FRT રિપોર્ટ, ચોંકાવનારું સત્ય બહાર આવ્યું
Hotline News Hotline News January 31, 2025
પરિવાર માટે એક મોટો આઘાતઃ ટ્રમ્પને ગોળી મારનારના પરિવારની પહેલી પ્રતિક્રિયા
અદાણી ગ્રુપની મોટી સિદ્ધિ, વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA વિઝિંજામ બંદર પહોંચ્યું
બિહારને હવે પાવરકટનો સામનો નહીં કરવો પડે: અદાણી પાવરને 2,400 મેગાવોટ પાવર પ્રોજેક્ટ મળ્યો
‘રાહુલ ગાંધી હંમેશની જેમ ચૂંટણી પછી જ વાંધા રજૂ કરશે?’: ચૂંટણી પંચ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Banaskantha for Bio CNG,Suzuki
Uncategorized

શું તમે જાણો છો કે ‘ટી-સિરીઝ’માં ‘ટી’ શબ્દનો અર્થ શું છે? એક જ્યુસ વેચનાર ‘કેસેટ કિંગ’ કેવી રીતે બન્યો?

Hotline News Hotline News May 19, 2026
Banaskantha for Bio CNG,Suzuki
Uncategorizedગુજરાતવડોદરા

ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટ તૈયાર, જુઓ વીડિયો

Hotline News Hotline News May 14, 2026
Banaskantha for Bio CNG,Suzuki
Uncategorized

પ્રેમ લગ્ન, ગર્ભપાત અને પછી ઝઘડો, 36 વાર ઘા મારીને વેવાઈનો જીવ લીધો

Hotline News Hotline News May 7, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?