પહેલગામ હુમલાના પગલે ભારતે શરૂ કરેલા ‘ઓપરેશન સિંદુર’માં હવે નિર્ણાયક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે અને જે રીતે છેલ્લા 48 કલાકમાં પાક સેના કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતના ભુજ સુધી ડ્રોન અને મિસાઈલ મારફત ભારતના નાગરીક અને સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.
તેમાં પાક સૈન્ય દ્વારા ઉભા કરાયેલા ચાર એરબેઝ અને ડ્રોન-મિસાઈલ લોન્ચ પેડને તબાહ કરી દીધા છે તો ભારત ભણી હુમલા માટે આવી રહેલા પાક હવાઈદળના બે ફાઈટર વિમાનોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ગઈકાલ રાત્રીના ફરી એક વખત પાક. સેનાએ ભારત પર હવાઈ હુમલા તથા સરહદો પર તોપમારો ગોળીબાર શરૂ કરતા જ એલર્ટ ભારતીય દળોએ પાકના ડ્રોન લોન્ચ પેડને જ ઉડાવી દેવા નિર્ણય લીધો હતો.
જેમાં મહત્વપૂર્ણ રીતે પાકના પાટનગર ઈસ્લામાબાદના જોડીયા શહેર રાવલપીંડી જે સૈન્યનું વડુમથક છે ત્યાં નુરખાન એરબેઝને મિસાઈલ હુમલાથી ધ્વંશ કર્યા હતા અને તેની સાથે ચકવાલ સીટીના મુરીદ તથા પંજાબ પ્રાંતના રફીક એરબેઝ અને છેલ્લે સિંદના સફુફફર એરબેઝ પર ભારતના નિશાન પર આવ્યા હતા. રાત્રીના જ ચાટે એરબેઝ પર જબરા ધમાકા સાથે આગની જવાળાઓ જોવા મળી હતી અને તે બાદ પાકના ડ્રોન હુમલા શાંત થયા હતા.
બીજી તરફ પંજાબમાં પાક ડ્રોન નાગરિક ક્ષેત્રોને નિશાન બનાવતા એક કાર સળગી ઉઠી હતી અને એક ધરધર ડ્રોન વિસ્ફોટ થતા ત્રણ લોકો દાઝી ગયા હતા.
પાક સેનાએ બારામુલ્લાથી ભુજ સુધી 26 લોકેશન પર હુમલા કર્યા હતા પણ ભારતને મજબૂત એર ડિફેન્સ સીસ્ટમ ગોઠવી છે. તેના કારણે મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવાયા છે. બીજી તરફ પાકના બે લડાયક વિમાનો જે ભારતીય સિમામાં ઘુસવા પ્રયાસ કરતા જ હવામાં તેને ઉડાવી દેવાયા હતા.
નૂરખાન એરબેઝ એ પાકનું સૌથી મહત્વનું હવાઈદળ બેઝ છે અને અતિ આધુનિક સુવિધા ધરાવે છે અને ત્યાંથી અતિઆધુનિક તેવ શાર્પર-1 અને બખ્તીયાર ટીબી-2 ડ્રોન જે લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે છે. તેના લોન્ચ પેડને જ ઉડાવી દેવાયુ છે. ભારતે આ માટે પ્રથમ વખત લાંબા અંતરના મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
નુરખાન સહિત ત્રણ એરબેઝને ઉડાવી દેવાનો પાકે પણ સ્વીકાર કર્યો. બીજી તરફ રાતભર અને સવારથી પાકના લાહોર સહિતના શહેરોમાં વિસ્ફોટકો ચાલુ રહ્યા છે. ભારતે હવે વળતા શક્તિશાળી હુમલા શરૂ કરતા જ પાકમાં ગભરાટ વધી રહ્યા છે.
રાવલપીંડીનું એરબેઝ એ આ દેશના હવાઈ હુમલામાં હબ જેવુ ગણાતુ હતુ અને અહીથીજ ચાઈનીઝ બનાવટના જે.કે.17 અને મીરાજ ફાઈટર વિમાનોથી પણ સ્કોડન તૈનાત રહે છે. ભારતે પાકના 1971 યુદ્ધના મશહુર સરગોધા હવાઈ મથકને પણ નિશાન બનાવ્યુ છે તો પાક કબ્જાના કાશ્મીરમાં શિયાલકોટ પણ સતત ટાર્ગેટ પર છે.
ભારતે તેની ભૂમી પરથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમને પણ એકટીવ કરી છે અને પાક તરફથી આવતા કોઈપણ હુમલા સામે હવે નિર્ણાયક પ્રહાર થશે તે નિશ્ચિત બનતા અથડામણ શરૂ થયાના 72 કલાક પછી પાકે પ્રથમ વખત તેની એરસ્પેસ હવે નાગરિક ઉડાનો માટે બંધ કરી છે.
72 કલાકમાં જ અસર શરૂ: પાક.માં પેટ્રોલપંપ 48 કલાક બંધ રાખવા આદેશ
ઈસ્લામાબાદ: ભારત સામે યુદ્ધની શેખી મારનાર પાકને ત્રણ દિવસમાંજ હવે દેશમાં વિકટ પરીસ્થિતિનો સામનો કરવો પડે તેવા દ્રશ્યો સર્જાવા લાગ્યા છે અને ઈંધણની તંગી સાથેના પાકમાં 48 કલાકમાં તમામ પેટ્રોલપંપ બંધ રાખવા આદેશ અપાયા છે. જેમાં ઈસ્લામાબાદમાં પણ રાત્રીનાજ તમામ પેટ્રોલપંપ બંધ કરી દેવાયા હતા.
સૈન્ય અથવા માન્ય સરકારી વાહનોને પુર્વ મંજુરી ‘પાસ’થી જ ઈંધણ આપી શકાય છે. હાલ કોઈ ખાનગી કે વ્યાપારી વાહનોને ઈંધણ નહી આપવા આદેશ આપવામાં આવ્યા છે. પાકમાં અગાઉ જ પેટ્રોલ-ડિઝલના ભાવો અત્યંત ઉંચા છે અને હવે ઈંધણની કટોકટી સર્જાતા આ દેશમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય છે.