ભારતે પાક. કબ્જાના કાશ્મીરમાં જે રીતે ‘ઓપરેશન સિંદુર’ સર્જીકલ સ્ટ્રાઈક કરી અને જૈશ-એ-મોહમ્મદના અઝહર મસૂદના ત્રાસવાદી ભાઈ રઉફ અઝહરને પણ ખત્મ કર્યા તેનાથી અમેરિકા અને ઈઝરાયેલ પણ ખુશ છે.
રઉફ અઝહર અગાઉ અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની હત્યારો છે. અમેરિકાએ જસ્ટીસ ડિલીવર્ડ એવું લખી આ કાર્યવાહીની પ્રશંસા કરી હતી. 2002માં પાકમાં એક હત્યાકાંડમાં અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લને સર-તન-સે જુદા માથુ કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાએ દુનિયાને ખળભળાવી દીધી હતી અને રઉફ અઝહર આ હત્યાનો માસ્ટર માઈન્ડ હતો અને તે પાકમાં સલામત રહેતો હતો. હવે ભારતે રઉફને ખત્મ કર્યો તેથી અમેરિકા ઉપરાંત ઈઝરાયેલ પણ ખુશ છે અને ભારતની પ્રશંસા કરી રહ્યા છે.