આજકાલ વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે બહારથી ફૂડ મંગાવવું એ સામાન્ય બાબત બની ગઈ છે. પાર્ટી હોય, ઓફિસ મીટિંગ હોય કે ઘરે મહેમાન હોય, આજકાલ રેસ્ટોરન્ટમાંથી ટિફિન કે ફૂડ ડિલિવરીનો ટ્રેન્ડ ઝડપથી વધી ગયો છે. મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ફૂડ પેક કરીને આપવામાં આવે છે.
આ બોક્સ સ્વચ્છ અને અનુકૂળ લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં રાખેલ ગરમ ખોરાક ધીમે ધીમે કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે? ચાલો જાણીએ કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ફૂડ પેક કરવું કેટલુ ખતરનાક બની શકે છે અને આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ છીએ. ઘણા પ્લાસ્ટિક કન્ટેનર BPA જેવા કેમિકલ્સથી બનાવવામાં આવે છે, જે શરીરની હોર્મોનલ સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. જ્યારે આ કન્ટેનરમાં ગરમ ખોરાક અથવા તેલયુક્ત ખોરાક સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે આ કેમિકલ્સ ખોરાકમાં પ્રવેશી શકે છે. આ ધીમે ધીમે શરીરમાં એકઠું થઈ શકે છે અને કેન્સર, હોર્મોનલ ઈમબેલેન્સ અને વંધ્યત્વનું કારણ બની શકે છે. ગરમ ખોરાક પ્લાસ્ટિક સાથે પ્રતિક્રિયા કરીને ઝેરી રસાયણો છોડે છે. પ્લાસ્ટિકના કન્ટેનર, ખાસ કરીને માઇક્રોવેવમાં ગરમ કરેલા કન્ટેનર, સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. ઘણી નાની રેસ્ટોરાં અને ડિલિવરી કંપનીઓ સસ્તા અને નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે ફૂડ-ગ્રેડ નથી. આ કન્ટેનરમાંથી નીકળતા કેમિકલ્સ ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે.