ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે તે માટે રેલવે દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે.
હવે રેલવે દ્વારા મુસાફરોની સફર સુરક્ષિત રીતે થાય તે માટે વધુ એક મોટી તૈયારી કરવામાં આવી છે. હકીકતમાં રેલવે ટુંક જ સમયમાં એક વોટ્સએપ (Whatsapp Number From Railway) નંબર જારી કરશે, જેમાં મુસાફર તેની ફરિયાદ નોંધાવીને તાત્કાલિક સમાધાન મેળવી શકશે. આ નંબર આવતાં અઠવાડિયાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.
ભારતીય રેલવેના સીનિયર અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આ Railway Whatsapp Number પર રેલવે મુસાફરોને તેમની ફરિયાદનું તાત્કાલિક સમાધાન મળશે. તેની પ્રોસેસ વિશે વાત કરીએ તો, જો તમે રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નંબર પર મદદ માંગવા ઈચ્છો તો, તમને એક AI જનરેટેડ મેસેજમળશે, જેમા તમારી ફરિયાદ વિશે વધુ માહિતી માંગવામાં આવશે અને સમગ્ર માહિતી શેર કર્યા પછી થોડી જ વારમાં રેલવેના કોઈ અધિકારી તમારી સમસ્યાનું તત્કાલ સમાધાન કરવા માટે એક કોલ કરશે.