હાઈબ્લડ પ્રેસર અને એચઆઈવી જેવી બિમારીઓથી દુનિયાભરમાં મહિલાઓની તુલનામાં પુરૂષ વધુ બિમાર થઈ રહ્યા છે. પુરૂષોમાં આ બિમારીઓથી મોતની આશંકા પણ વધુ બહાર આવી છે.
ભારત સહિત 200 થી વધુ દેશોમાં કરવામાં આવેલ અધ્યયન અનુસાર પુરૂષ ધુમ્રપાન જયારે મહિલાઓ સ્થુળતાનો શિકાર વધુ બની રહી છે.
મહિલાઓમાં હાઈ બ્લડપ્રેસરનાં કેસ વધુ:
અધ્યયન દરમ્યાન મહિલાઓમાં હાઈબ્લડ પ્રેસરના કેસ વધુ મળી આવ્યા હતા. 30 ટકા દેશોમાં ડાયાબીટીસ અને ચાર ટકા દેશોમાં હાઈ બ્લડ પ્રેસર પુરૂષોમાં વધુ મળી આવ્યા હતા.
આ ઉપરાંત અધ્યયનમાં સામેલ 56 ટકા દેશોમાં એચઆઈવી અને એઈડસનો દર પુરૂષોમાં વધુ જોવા મળ્યો છે.14 ટકા દેશોમાં એચઆઈવી એઈડસથી 131 દેશો (64 ટકા) હાઈ બ્લડ પ્રેસરથી 107 (53 ટકા અને ડાયાબીટીસથી) 100 (49 ટકા) દેશોમાં પુરૂષોમાં મૃત્યુદર વધુ મળ્યો હતો.
યુકે સ્થિત સંશોધન સંસ્થા ગ્લોબલ 50/50 ના સહ સંસ્થાપક કેન્દ્ર બ્યુએ કહ્યું હતું કે અમે પુરૂષો અને મહિલાઓનાં અલગ અલગ ડેટા પ્રકાશીત કરવાનાં લાભોની વકીલાત કરતા રહ્યા છીએ. આથી ખબર પડે છે કે પુરૂષો અને મહિલાઓનો સ્વાસ્થ્ય પ્રત્યે શું દ્રષ્ટિકોણ છે આ અધ્યયન પીએસઓએસ મેડીસીન જર્નલમાં પ્રગટ થયુ છે.