બજારમાં નાની નોટોની કમીના સમાચાર હંમેશા આવતા રહે છે. લોકોની ફરિયાદો રહે છે કે, એટીએમમાંથી 100 અને 200 રુપિયાની નોટો ઓછી નીકળે છે અને 500ની નોટ વધારે નીકળે છે.
ભારતીય રિઝર્વ બેન્કે હવે આ સમસ્યાને ધ્યાને રાખતા મોટા એક્શન લીધા છે. કેન્દ્રીય બેન્કે દેશની બેન્કોને ખાતરી આપતા કહ્યું કે, એટીએમમાંથી 100 રુપિયા અને 200 રુપિયાની નોટ પણ નીકળે.
આરબીઆઈએ કહ્યું કે, સામાન્ય જનતાને આ નોટો મળી રહે તે જરુરી છે. તેથી એટીએમમાં આ મૂલ્યની નોટ પર્યાપ્ત માત્રામાં નીકળે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને તબક્કાવાર રીતે 100 અને 200 રુપિયાની નોટોની સંખ્યા એટીએમમાં વધારવાના નિર્દેશ આપી દીધા છે.
1 મે 2025થી એટીએમમાંથી ફ્રી લિમિટ બાદ રોકડ ઉપાડવાનું મોંઘુ થવાનું છે. હોમ બેન્ક નેટવર્કની બહાર કોઈ બીજા એટીએમમાંથી ટ્રાંજેક્શન કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરશો તો યુઝર્સને વધારે ચાર્જ આપવો પડશે.
હવે દર વખતે ફ્રી લિમિટ ખતમ થયા બાદ પૈસા ઉપાડવા પર ખિસ્સા પર વધારે બોજ આવશે. અત્યાર સુધી ફ્રી ટ્રાંજેક્શન લિમિટ ખતમ થયા બાદ એટીએમમાંથી રુપિયા ઉપાડવા પર 21 રુપિયા ચાર્જ લાગતો હતો. પણ 1 મે 2025થી દરેક ટ્રાંજેક્શન પર 23 રુપિયા આપવા પડશે. એટલે કે આપની ફ્રી લિમિટ બાદ એટીએમથી ઉપાડો તો દર વખતે 2 રુપિયાથી વધારે આપવા પડશે.