ચંદ્રગ્રહણનું ધાર્મિક, જયોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ છે. ધાર્મિક દ્દષ્ટિએ ચંદ્રગ્રહણનું કારણ રાહુ-કેતુ માનવામાં આવે છે. જયોતિષ વિદ્યા અનુસાર આ ગ્રહણ કેતુના કારણે લાગે છે. રાહુ અને કેતુ છાયા ગ્રહોને સાંપ જેવા માનવામાં આવે છે, જેના ડંખથી ગ્રહણ લાગે છે.
જયારે કેટલા લોકોનું માનવું છે કે, જયારે રાહુ અને કેતુ ચંદ્રને ગળવાની કોશિષ કરે છે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે, જયારે વૈજ્ઞાનિક દ્દષ્ટિએ જયારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક સીધી રેખામાં આવી જાય છે તો આ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે. પરંતુ ચંદ્ર પર નથી પડતો, આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે.
આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભાદરવા મહિનાની પૂનમે લાગશે. 7 સપ્ટેમ્બર 2025ના આ ચંદ્રગ્રહણ લાગશે જે 8 સપ્ટેમ્બરની મધરાત સુધી ચાલશે. ભારતીય સમય મુજબ રાત્રે 9-58થી મધરાત્રે 1-26 મિનિટ સુધી ચંદ્ર ગ્રહણ ચાલશે.
આસમાનમાં ચંદ્ર લાલ દેખાશે. જેથી તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ શરૂ થવાથી 9 કલાક પહેલા સૂતક સમય લાગી જાય છે. આ સમય દરમિયાન ધાર્મિક કાર્ય નથી પણ મંદિરોમાં કપાટ બંધ થઈ જાય છે.