ભારતીય રિઝર્વ બેન્કે સોમવારે બેન્કોને 10 વર્ષથી વધુ વયના સગીર બાળકોને સ્વતંત્ર રીતે બચત/સમયગાળા સાથે જમા ખાતુ ખોલવાની મંજુરી આપી છે. કેન્દ્રીય બેન્કે આ સંદર્ભમાં સગીરોનાં જમા ખાતા ખોલવા અને સંચાલન પર સંશોધિત નિર્દેશ જાહેર કર્યા છે.
આરબીઆઈએ વાણિજિયક બેન્કો અને સહકારી બેન્કોને ઈસ્યુ કરેલ એક પરિપત્રમાં કહ્યું છે કે, કોઈપણ વયના સગીરોને પોતાના પ્રાકૃતિક કે કાનુની વાલીના માધ્યમથી બચત અને ફિકસ્ડ ડિપોઝીટ જમા ખાતુ ખોલવા અને સંચાલીત કરવાની મંજુરી આપી શકાય છે. બાળકને પોતાની માને વાલી તરીકે રાખીને પણ આવા ખાતા ખોલવાની મંજુરી આપી શકાય છે.
કેન્દ્રીય બેન્કે બેન્કોને જણાવ્યું છે કે, તે એક જુલાઈ 2025 સુધી સંશોધીત દિશા-નિર્દેશો અનુરૂપ નવી નીતિઓ બનાવે અથવા હાલની નીતિઓમાં સંશોધન કરે આ પ્રકારનાં ખાતામાં બેન્ક પોતાની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને રકમ અને શરતો નકકી કરી શકે છે.
આ બારામાં જે પણ નિયમ અને શરતો નકકી કરવામાં આવ્યુ છે તેના બારામાં જે પણ નિયમ અને શરતો નકકી કરવામાં આવે છે.તેના બારામાં ખાતા ધારકને જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત બાળકનાં વયસ્ક થયા બાદ ખાતા ધારકનાં નવા સંચાલનના નિર્દેશ અને નમુના હસ્તાક્ષર મેળવવા જોઈએ અને તેને રેકોર્ડમાં રાખવા જોઈએ સગીર ખાતા ધારકને ઈન્ટરનેટ બેન્કીંગ, એટીએમ/ડેબીટ કાર્ડ ચેકબુક જેવી વધારાની સુવિધા આપવા બેન્ક સ્વતંત્ર છે.