અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનના ઈમીગ્રેશન પર સખત વલણના કારણે અમેરિકામાં ભણતા છાત્રોની સંખ્યા ઘટી રહી છે તેની સીધી અસર એજયુકેશન લોન આપનારી કંપનીઓ પર પડી રહી છે. કારણ કે અમેરિકામાં ભણવા માટે આપવામાં આવતી કુલ લોનનો ભાગ 50થી75 ટકા છે.
લોન આપનારી કંપનીઓ હવે અમેરિકા માટે લોન આપવામાં ખૂબ જ સમજી-વિચારીને કામ કરી રહી છે તે માત્ર સારી પ્રોફાઈલ વાળા છાત્રોને જ લોન આપી રહી છે, કારણ કે અમેરિકામાં જોબ અને વીઝા મળવાની ગેરંટી નથી. બીજી બાજુ ટેરિફના કારણે ત્યાં મંદીનો પણ ડર છે. આ કારણે લોન પરત આપવાની સંભાવના ઓછી થઈ જાય છે.
ઈન ક્રેડ ફાયનાન્સના ડાયરેકટર નિર્લજજ ચેટર્જીએ જણાવ્યું હતું કે, લોન બિઝનેસ હવે પહેલાથી અડધો રહી ગયો છે. જો ટ્રમ્પ સરકારે ઈમીગ્રેશનને લઈને વધુ સખ્તાઈ કરી તો તેમાં વધુ ઘટાડો પણ આવી શકે છે.
જો કે યુકે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં ભણવાનું મન બનાવતા છાત્રોની સંખ્યા ઓછી નથી થઈ. આ સ્થિતિમાં લોન આપનારી કંપનીઓને સહારો મળી શકે છે. હાલ તો જે છાત્રો અમેરિકામાં લોન લઈને ભણી રહ્યા છે, તે ખૂબજ સાવધાની રાખી રહ્યા છે. તેઓ પોતાની લોન રિફંડ અને પેમેન્ટની વ્યવસ્થાને લઈને નવા નિયમોની રાહ જોઈ રહ્યા છે.
જયારે છાત્રોને એ ચિંતા સતાવી રહી છે કે જો તેમને અમેરિકામાં ભણતર છોડવું પડે કે, વીઝા રદ થઈ જાય તો તેમની પાસે બીજો વિકલ્પ શું રહેશે?
અનેક છાત્રો ભણતર પૂરું કર્યા વિના પરત આવવા અને જોબ ન મળવાનો ડર છે એટલે લોન આપનારી કંપનીઓ લોન રીસ્ટ્રકચર કરવાની તૈયારી કરી રહી છે.