નકલી ખાતાઓ દ્વારા સાયબર છેતરપિંડી રોકવા માટે, બેંકોએ ગેરકાયદેસર વ્યવહારોમાં સામેલ ખાતાઓને જપ્ત કરવાનો અધિકાર માંગ્યો છે. તેમનું કહેવું છે કે સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવવામાં કિંમતી સમય બગાડ્યા વિના ઝડપી પગલાં લેવા માટે આ જરૂરી છે.
બેંકો આંતરિક કારણોના આધારે ખાતા ફ્રીઝ કરે છે. જો કે, એન્ટી મની લોન્ડરિંગ એક્ટ (PMLA) મુજબ, તેમની પાસે કોર્ટ અથવા કાયદા અમલીકરણ એજન્સીઓ (LEA) ની મંજૂરી લીધા વિના ગ્રાહકના ખાતા ફ્રીઝ કરવાની સત્તા નથી.
બેંક્સ એસોસિએશનના એક કાર્યકારી ગ્રુપે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, “આને ધ્યાનમાં રાખીને, અમે આરબીઆઈને આ અંગે વધુ વિચાર કરવા માટે સૂચન કરી શકીએ છીએ.” છેતરપિંડી કરનારાઓ નકલી ખાતાઓનો ઉપયોગ બેંકિંગ સિસ્ટમ દ્વારા ગેરકાયદેસર રીતે નાણાંની ઉચાપત કરવા માટે કરે છે. બેંકો દર વર્ષે આવા હજારો ખાતા જપ્ત કરે છે.
પરંતુ છેતરપિંડી કરનારાઓ ઝડપથી નવા એકાઉન્ટ બનાવવા માટે સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો લાભ લે છે.બેંકોએ પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા ઙઅગની ગેરહાજરીમાં મતદાર આઈડી કાર્ડ અને ફોર્મ 60નો ઉપયોગ કરીને ખાતા ખોલનારા વ્યક્તિઓને ચકાસવા માટે ચૂંટણી પંચના ડેટાનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને આવા એકાઉન્ટ્સ પરના વ્યવહારોની સંખ્યા મર્યાદિત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રિપોર્ટ સૂચવે છે કે AI અને મશીન લર્નિંગ (ML) ને ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ સિસ્ટમ્સમાં એકીકૃત કરી શકાય છે.