ધારાવી પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીન પૂર્વીય એક્સપ્રેસ વેની પશ્ચિમ બાજુએ છે અને દાયકાઓથી સમુદ્રના સંપર્કમાં પણ નથી: DRP સીઇઓ, એસવીઆર શ્રીનિવાસની સ્પષ્ટતા
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આશરે ૨૫૬ એકર ખારાપટની જમીન ફાળવણીને મંજૂરી આપી છે. આ જમીનના ભાગો મુલુંડ, કાંજુરમાર્ગ અને ભાંડુપ સ્થિત છે. જ્યારે અયોગ્ય ધારાવીકરોએ ફરીથી વસવાટ કરવા માટે આ ખારાપટની જમીનોના પ્રસ્તાવિત વિકાસ સંદર્ભે પર્યાવરણીય મુદ્દો ઉભો કરી રહ્યા છે, ત્યારે ડીઆરપીના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ખારા પટની જમીનો પૂર્વીય એક્સપ્રેસવેની પશ્ચિમ બાજુએ છે,જે લગભગ એક દાયકાથી સમુદ્રથી દૂર છે, અને વિકાસ માટે સંપૂર્ણપણે સલામત છે.
“વર્ષો અગાઉ, આ જમીનના ભાગને ભારતના સોલ્ટ કમિશનર દ્વારા સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યા હતા. લગભગ એક દાયકાથી ત્યાં કોઈ મીઠાનું કોઇ ઉત્પાદન થઈ રહ્યું નથી. પૂર્વીય એક્સપ્રેસવેના નિર્માણ પછી દરિયાનું પાણી ક્યારેય આ વિસ્તારોમાં પહોંચ્યું પણ નથી. ત્યાં સસ્તા મકાનોના નિર્માણમાં કોઈ સમસ્યા નથી અને, જો આપણે આજે આવા વિવેકપૂર્ણ પગલાં નહીં લઈએ, તો આગામી વર્ષોમાં શહેર વસ્તીના બોજ હેઠળ દબાઇ શકે છે,” તેમ ડીઆરપી સીઇઓ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ જમીન હવે પૂરગ્રસ્ત પણ નથી અને સીઆરઝેડ નિયમો હેઠળ આવતી નથી. “એક્સપ્રેસવેની પૂર્વમાં, ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓને આકર્ષતી વાસ્તવિક ખાડી અને ભીની જમીન આવેલી છે.”
શ્રીનિવાસે ઉમેર્યુ હતું કે, પશ્ચિમ બાજુ, કે જ્યાં DRP જમીનો આવેલી છે, ત્યાં આવી કોઈ ‘પર્યાવરણીય સંવેદનશીલતા અથવા સીઆરઝેડ પ્રતિબંધો નથી. બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલાં તમામ જરૂરી પર્યાવરણીય મંજૂરીઓ’ યોગ્ય રીતે મેળવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં લાગુ પડતા તમામ પર્યાવરણીય નિયમોનું કડક પાલન કરવામાં આવશે, અને જરૂરી ગ્રીન મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી અને કાયદાકીય ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કર્યા પછી જ કામ શરૂ થશે.
૨૦૧૮ માં મંજૂર કરાયેલા ડેવલપમેન્ટ પ્લાન (DP) ૨૦૩૪ હેઠળ, જ્યારે સંયુક્ત શિવસેના MCGM (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઇ) માં સત્તામાં હતી અને રાજ્ય સરકારનો ભાગ હતી, ત્યારે ખારાપાટની જમીનો પરવડે તેવા આવાસો માટે અનામત રાખવામાં આવી હતી. ૨૦૦૭ના સમયગાળામાં, કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે પણ પ્રોજેક્ટથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૨૦૦૦ હેક્ટરથી વધુ જમીનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મુંબઈ ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૪-૩૪માં ૨૦૨૧ સુધીમાં ૧૦ લાખ એફોર્ડેબલ ઘરની જરૂરિયાતનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે ૩.૫ લાખ ઘરોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘ખારાપટની જમીનનો ઉપયોગ કર્યા વિના, મુંબઈ રીડેવલપમેન્ટ અશક્ય છે, છતાં જ્યારે કેન્દ્ર અને રાજ્ય લાખો ઝૂંપડપટ્ટીવાસીઓને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકારનો એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગ વડાલામાં ૫૫ એકર ખારાપટની જમીન પર એક વિશાળ ઓફિસ-કમ-સ્ટાફ ક્વાર્ટર્સ સંકુલ બનાવી રહ્યો છે. આ ઉપરાંત, વિક્રોલી અને સ્વામી સમર્થ નગર (લોખંડવાલા કોમ્પ્લેક્સ) વચ્ચે ચાલતી મેટ્રો લાઇન 6ના કાર શેડ માટે કાંજુરમાં 15 એકર સોલ્ટપેનના પટ્ટાની જમીન ફાળવવામાં આવી છે.
રસપ્રદ વાત એ છે કે, અગાઉની MVA- મહાવિકાસ અઘાડી સરકારે ચાર મેટ્રો લાઇન જેમકે, લાઇન 3 (કોલાબાથી SEEPZ), લાઇન 4 (કાસરવડાવલીથી વડાલા), લાઇન 6 અને લાઇન 14 (કાંજુરથી અંબરનાથ) માટે સંકલિત કાર શેડ માટે સમાન કાંજુર મીઠાની જમીનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ વાત એ તર્કથી દૂર છે કે ,જો કાર શેડ બનાવવાથી પૂર ન આવે, તો ગરીબો માટે ઘરો કેમ બનાવશે? આ વાત દર્શાવે છે કે ખારાપટની જમીનનો ઉપયોગ સસ્તા આવાસ (ઝૂંપડપટ્ટીવાસીઓ માટે) માટે કરવાનો વિરોધ કરનારાઓ પાસે મુંબઈના વિકાસ માટે લાંબા ગાળાના વિઝનનો અભાવ છે,” તેમ એનએમડીપીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ધારાવી પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી ખારાપટની જમીનની માલિકી અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર ટિપ્પણી કરતા, DRP ના CEO શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “ભારત સરકારે (GoI) આ જમીન મહારાષ્ટ્ર સરકાર (GoM) ને ફાળવી છે, જે અયોગ્ય ધારાવીકરોના પુનર્વસન માટે DRP/SRA – મહારાષ્ટ્ર સરકાર ને સોંપવામાં આવી રહી છે. તેથી, જમીનનો માલિકી હક હંમેશા મહારાષ્ટ્ર સરકાર પાસે રહે છે. સમગ્ર ધારાવી પ્રોજેક્ટમાં, ફાળવેલી તમામ જમીન (ધારાવીની બહાર) જમીન માલિકી સત્તાવાળાઓ દ્વારા DRP/SRA – મહારાષ્ટ્ર સરકાર ને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. NMDPL દ્વારા ફક્ત જમીનનું પ્રીમિયમ ચૂકવવામાં આવી રહ્યું છે. બધી જમીન હંમેશા રાજ્ય સરકાર પાસે રહેશે.”
તેમણે ઉમેર્યું કે ,ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માત્ર એક હાઉસિંગ પ્રોજેક્ટ નથી, તે હ્યુમન ટ્રાન્સફોર્મેશન મિશન છે, જેનો ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ બનાવવાનો છે.
About NMDPL:
Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle formed as a joint venture between the Government of Maharashtra and the Adani Group. It is NMDPL’s endeavor to transform and upgrade the lives of Dharavikars by providing them modern housing and preserving their inherent entrepreneurial spirit. This human-centric transformation is about rebuilding spaces and reinventing the very essence of community living, dovetailing state-of-the-art imperatives of transportation connectivity, electricity, water, and internet while enabling a hygienic environment with civic amenities, all benchmarked with the best in class.
For more information, please contact:
Bivabasu Kumar: [email protected] | NMDPL
Parikshit Joshi: [email protected] | NMDPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited