By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > પ્રેસ રિલીઝ > અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

ભારત-યુરોપ વ્યાપાર જોડાણની મજબૂતી માટે અદાણી પોર્ટ્સ તથા પોર્ટ ઓફ માર્સેલી ફોસ વચ્ચે વ્યૂહાત્મક IMEC ભાગીદારી પર હસ્તાક્ષર

Hotline News
Last updated: February 18, 2026 4:33 PM
Hotline News - Editor Published February 18, 2026
SHARE

અમદાવાદ: વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન ઉપયોગિતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની અગ્રણી બંદર અને ભૂમધ્ય સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર એવા માર્સેલી ફોસ પોર્ટે વ્યાપારી સુવિધા, બંદરના નવીનીકરણ અને ઊર્જા સંક્રમણ સંબંધી સહયોગને વધુ દ્ઢ બનાવવાના હેતુ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના દરિયાઇ જોડાણને વધુ સંગીન બનાવવા થયેલી આ ભાગીદારીમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) રૂટ ઉપરના મુખ્ય બંદરો વચ્ચે IMEC પોર્ટ્સ ક્લબ બનાવવાની દરખાસ્ત છે. ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે વેપારી કામકાજ માટે IMEC માર્ગને સંપ્પન કરતા આ વ્યુહને ભારત અને EU વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA)નું પ્રોત્સાહન સાંપડ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનીઆ ભાગીદારીને ‘બધા સોદાઓની માતા’ તરીકે ઓળખાવી છે.

.           ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુલાકાત દરમિયાન થયેલા આ એમઓયુનો ઝુકાવ ભારત ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ તરફી રહેવા સાથે તેને વિશાળ IMEC અને ભારત-યુરોપિયન વચ્ચેનાવેપારી દ્રષ્ટિકોણ સાથે સંરેખિત કરે છે. નવી દિલ્હીમાં ૨૦૨૩ G20 શિખરમાં આરંભાયેલ ભારત અને યુરોપને સંકલિત દરિયાઈ માર્ગો, રેલ નેટવર્ક, ડિજિટલ સિસ્ટમ્સ અને સ્વચ્છ ઉર્જા માર્ગો દ્વારા જોડતા ૬,000 કિમીના ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) એ બહુલક્ષી જોડાણની દીશામાં એક પહેલ છે.

IMEC ના પૂર્વીય પ્રવેશદ્વાર પર આવેલા અદાણીના મુન્દ્રા અને હજીરા બંદરો દક્ષિણ એશિયાને પશ્ચિમ એશિયા સાથે જોડતો બહુહેતુક લોજિસ્ટિક્સ હબ બનાવે છે. આ સમજૂતિ દ્વારા  માર્સેલી ફોસ કોરિડોરના પશ્ચિમ યુરોપીય પ્રવેશદ્વારને શક્તિશાળી બનાવી આશરે ૭0 મિલિયન ટન જેટલી ક્ષમતાના સંભવત ઉમેરા સાથે યુરોપમાં IMEC ની પહોંચને વધુ ગહન બનાવી વિસ્તારે છે.

            યુરોપના સૌથી મોટા સંકલિત મલ્ટી મોડલ પોર્ટ ઇકોસિસ્ટમમાંના એક માર્સેલી ફોસ સાથેનો આ સહયોગ ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર પ્રવાહને સરળ બનાવવા માટે વધુ સંરચિત અને સંકલિત માર્ગનું નિર્માણ કરે છે..

     યુરેશિયન વેપાર પ્રવાહ માટે IMEC માર્ગને ટકાઉ, સુરક્ષિત અને સ્પર્ધાત્મક વિકલ્પ તરીકે પ્રોત્સાહન આપી સંયુક્ત ઝુંબેશ, આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓ અને રોડ શોમાં ભાગીદારી અને લક્ષિત B2B જોડાણો આ ભાગીદારીના કેન્દ્સ્થાને રહેશે. તદુપરાંત પોર્ટ ડિજિટલાઇઝેશન, સ્માર્ટ પોર્ટ પ્લેટફોર્મ, ડેટા ઇન્ટરઓપરેબિલિટી, સાયબર સુરક્ષા, વૈકલ્પિક ઇંધણ, બંદરીય કાંઠાનો વીજ પુરવઠો અને ઓછા કાર્બન બંકરિંગમાં તકનીકી વિનિમય અને ક્ષમતા નિર્માણની બાબતો શામેલ છે. આ સિવાય મુન્દ્રા-માર્સેલી ફોસ ગ્રીન મેરીટાઇમ કોરિડોરનો વિકાસ, કોરિડોરમાં આવરી લેવામાં આવેલા બંદરો વચ્ચે સંવાદને સંસ્થાકીય બનાવવા અને IMEC આંતર માળખાને સમર્થન આપતી નીતિઓ માટે વ્યાપક સંવાદ અને રોકાણના માળખા માટે ઇનપુટ્સનું સંકલન કરવા માટે IMEC પોર્ટ્સ ક્લબની સહ-સ્થાપના ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવામાં આવશે.

અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતે પહેલેથી જ આ કોરિડોરને આગળ વધારવામાં અગ્રિમ ભૂમિકા અદા કરી છે. ભારત-યુરોપિયન વચ્ચે મુક્ત વેપાર કરાર સંપ્પ્ન થતાં તેમાં સામેલ થનારા દેશો વચ્ચે અનેકગણો વેપાર વધવાની અપેક્ષા છે. તેમણે માહિતી આપી હતી કે અદાણી પોર્ટ્સના ભારતના પશ્ચિમ તટે આવેલા  અમારા હઝીરા અને મુન્દ્રા બંદરોએ કોરિડોરના પ્રથમ અને મધ્ય તબક્કામાં એક સીમલેસ માર્ગ સ્થાપિત કરેલો છે. ફ્રાન્સના માર્સેલી ફોસ બંદર સાથે આ સમજૂતી સાથે હવે અમે આખરી તબક્કાને યુરોપ સાથે સફળતાપૂર્વક જોડી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ ભાગીદારી . ભાગ લેનારા તમામ દેશો વચ્ચે માહિતી અને સામગ્રીના આદાનપ્રદાનને નોંધપાત્ર રીતે વેગ આપી આર્થિક સહયોગ અને સ્થિતિસ્થાપકતા સપ્લાય-ચેઇનને વધુ મજબૂત બનાવશે.

IMEC કોરિડોરનું નિર્માણ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે અદાણી પોર્ટસ સાથેની અમારી સાજેદારીને સંગીન બનાવવાનો માર્સેલી ફોસ પોર્ટના સી.ઈ.ઓ શ્રી હર્વે માર્ટેલે આ વેળા આનંદ વ્યકત કરી ઉમેર્યું હતું કે વેપારના આવનારા ભવિષ્યની કરોડરજ્જુના બે છેડા પર ભારત અને માર્સેલી આવીને ઉભા છે ત્યારે આ નવા માર્ગના માળખા અને ઉર્જા વધારવામાં બન્ને બંદરોને મુખ્ય જવાબદારી સોંપે છે. તેમણે કહ્યું હતું કે અમે બન્ને સાથે મળીને સામેલ બંદરોને જોડીને ફેડરેશન કરવાનો અને અમારા પ્રદેશો વચ્ચે વધુ કાર્યક્ષમ, સ્થિતિસ્થાપક અને ટકાઉ જોડાણના મજબૂત હિમાયતી તરીકે કાર્ય કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

#GujaratAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
ધારાવીનું શૌચાલય સંકટ: વૈશ્વિક સ્વચ્છતા વચ્ચે ગૌરવની લડત
Hotline News Hotline News November 15, 2025
કેવડિયાથી પટના વાયા કાનપુર, શું BJPનો જાદુ કુર્મીઓ પર ચાલશે?
મહારાષ્ટ્ર ડિસ્કોમે 6600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર-થર્મલ પાવર પૂરો પાડવા અદાણીને ઇરાદા પત્ર જારી કર્યો
RCB ની વિજય પરેડ પહેલા જ ફેલાઈ અરાજકતા, ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત, ઘણા ઘાયલ
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો માટે મફત તપાસ થશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?