રવિ નાયરને જેલની સજા થતાની સાથે જ ઘણી પ્રતિક્રિયા આવી રહી છે, જેમાં શ્રીનિવાસન ગિરિધરને ઘણા એવા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે હવે હિન્ડનબર્ગ રિસર્ચ બંધ થઈ ગઈ છે. મહુઆ મોઇત્રા રણ હવે ધ્રૂજી રહ્યા છે. રાહુલ ગાંધી બંધ બારણે કપિલ સિબ્બલ સાથે સલાહ લઈ રહ્યા છે. જયરામ રમેશ છુપાઈ ગયા. રવિશ કુમાર બાથરૂમમાં રડતા હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા આદરણીય ન્યાયતંત્ર દ્વારા નકલી અને પક્ષપાતી સમાચાર પેડલરોને કડક કેદની સજા આપીને પાઠ ભણાવતા જોઈને સારું લાગ્યું. આ દરેક ફેક ન્યૂઝ પેડલર અને પક્ષપાતી બદનક્ષી કરનારાઓ માટે ચેતવણી તરીકે સેવા આપે છે જેમણે રાષ્ટ્રવિરોધી હિત રાખ્યા છે. તે સહન કરવામાં આવશે નહીં!!
ગાંધીનગરના માણસાની મેજિસ્ટ્રેટ કોર્ટે પત્રકાર રવિ નાયરને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પત્રકાર રવિ નાયરે અદાણી એન્ટરપ્રાઇઝ તેમજ અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કરતી સંખ્યાબંધ ટ્વીટ્સ કરી તેને પ્રકાશિત અને પ્રસારિત કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
કંપનીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે વાંધાજનક ટ્વીટ્સ એ વાજબી ટિપ્પણી અથવા કાયદેસર ટીકા સમાન જ નહી પરંતુ આ પત્રકારનો ઇરાદો જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નબળી પાડવા માટેનો છે.


