- વિઝિંજામના સંચાલનના આરંભિક પ્રદર્શને ભારતમાં ઊંડા પાણીના બંદરો માટેના સિમાચન્હને પુનઃ વ્યાખ્યાયિત કર્યા
- કેરળમાં સૌથી મોટું ખાનગી રોકાણ એવા અદાણી સમૂહના રુ.30,000 કરોડના સંકલ્પનો બીજો તબક્કો એક ભાગ છે
- બંદરીય નેતૃત્વ હેઠળ થઇ રહેલો વિકાસ કેરળની લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતા અને વ્યવસાય કરવાની સરળતાને મજબૂતી બક્ષે છે
તિરુવનંતપુરમ: ભારતની સૌથી મોટી સંકલિત બંદરો અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) દ્વારા રુ.૧૬,000 કરોડના રોકાણના સંકલ્પની ઘોષણા બાદ વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ વૃદ્ધિના નિર્ણાયક નવા તબક્કામાં પ્રવેશ કરવા માટે સજ્જ છે.

ડિસેમ્બર ૨૦૨૪ માં બંદર દ્વારા વ્યાપારી કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી સ્થાપિત મજબૂત કાર્યકારી પાયા પર આજે કરાયેલી આ ઘોષણા આધારિત છે જે ભારતના સૌથી વ્યૂહાત્મક રીતે સ્થિત દરિયાઈ પ્રવેશદ્વારોમાંના એક ખાતે માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાનો નિર્દેશ કરે છે.
આ પ્રસંગે ટિપ્પણી કરતા, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાયી વિજયને કહ્યું હતું કે ભારતીય બંદરોને સેવા આપતા રાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ તરીકે કામગીરી શરૂ કરનાર વિઝિંજામ બંદરના સંપૂર્ણ વિકાસ પછી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ બનવા સાથે વિઝિંજામ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં બંદરોને સેવા આપતું આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ પણ બનતા આપણું વિઝિંજામ બંદર વૈશ્વિક દરિયાઈ વેપાર નકશા પર ખૂબ જ મહત્વનું કેન્દ્ર બનશે.

આ પ્રસંગે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ સહકારી સંઘવાદનું એક મજબૂત દ્રષ્ટાંત છે. દ્રષ્ટિ, અમલીકરણ અને ભાગીદારી એકસાથે આવે છે ત્યારે શું શક્ય છે તે ઉલ્લેખનીય ટૂંકા ગાળામાં વિઝિંજમે દર્શાવ્યું છે અદાણીએ કહ્યું હતું કે માત્ર ૧૫ મહિનાના વ્યાપારી કામકાજમાં દસ લાખ TEU નું સંચાલન કરનાર તે સૌથી ઝડપી ભારતીય બંદર બનવા સાથે કેરળને શિપિંગના વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાન આપ્યું છે. આરંભિક માન્યતાને અવિરત કામગીરીના પ્રદર્શન મારફત મજબૂત બનાવવામાં આવી છે.
પ્રારંભિક રેમ્પ-અપ તબક્કા સહિત કામગીરીના માત્ર એક વર્ષથી વધુ નજીવા સમયમાં વિઝિંજમે શ્રેણીબદ્ધ રાષ્ટ્રીય સીમાચિહ્નોએ મૂકવા સાથે તેને આ પ્રદેશના સૌથી અદ્યતન ઊંડા પાણીના કન્ટેનર બંદરોમાં સ્થાન આપ્યું છે. ભારતના દક્ષિણ કિનારે એક મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકે ઝડપથી ઉભરી આવેલું આ બંદર તેની પ્રાકૃતિક ઊંડાઈ અને મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેનની નિકટતાનો લાભ મેળવે છે.
આ સમયગાળામાં વિઝિંજામ દસ લાખ ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ (TEUs) નું સંચાલન કરનાર સૌથી ઝડપી ભારતીય બંદર બનવા ઉપરાંત વિક્રમ સમયમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ બંદરે ૧૦ મહિનામાં વાર્ષિક ક્ષમતાના દસ લાખ TEUs ને પાર કર્યા અને તેના પ્રથમ વર્ષમાં ૬૧૫ જહાજો અને ૧.૩૨ મિલિયન TEUsનું સંચાલન કર્યું છે. ડિસેમ્બર ૨૦૨૫માં ૧.૨૧ લાખ TEUs નો સૌથી વધુ માસિક થ્રુપુટ નોંધાવીને ભારતના દક્ષિણ અને પૂર્વ કિનારા પર શિરમોર પ્રદર્શન કરનારા બંદર તરીકે પણ સ્થાન મેળવ્યું છે.


