By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
ગુજરાત

અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન

Hotline News
Last updated: December 22, 2025 5:57 PM
Hotline News - Editor Published December 22, 2025
SHARE

મુંદ્રા/શિરાચા, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આયોજિત આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર (શિરાચા) ખાતે યોજાયો હતો. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા ૨૦ ડિસેમ્બરે દિવસે સંપન્ન થઈ. આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથારસનો લાભ લીધો હતો. તેમજ ૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો.

શિરાચા ગામ આજે એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યો પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને સુરક્ષિત રીતે પોતાના ગામ પરત ફરી શકે. મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું.

અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણી પધાર્યા હતા અને તેમણે મુંદ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ શ્રી કરણભાઈ અદાણીને આ અદભૂત કથાના આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અદાણી પોર્ટ્સના ગ્રુપ સીઈઓ શ્રી અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદ્રા-તુણા પોર્ટના સીઈઓ શ્રી સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં શ્રી દેવેન્દ્રગીરીજી ગુરુજી (શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા), શ્રી મનોહરગીરી બાપુ (મહંતશ્રી દાનેશ્વર મહાદેવ જાગીર), શ્રી દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર, ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (પ્રથમ મહિલા અધ્યક્ષ) ઉપરાંત એ ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, શ્રી જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિપ્રાચીન શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન – આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવના પ્રતીત થાય છે.

અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે ઉદબોધનમાં જણાવ્યું કે, “સર્વજનહિતાય, સર્વજનસુખાય”ના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે. “અજ અસા જોકો ઐયુ આં થકી ઐયુ” કચ્છીમા ઉદબોધન કરી સર્વેના યોગદાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે અદાણી પરિવાર હંમેશાં આપ સૌનો ઋણી રહેશે.

વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ એ શ્રી કરણભાઈ અદાણી, શ્રી રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી શ્રી રક્ષિતભાઈ શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.

આ સમગ્ર આયોજન દરમ્યાન વ્યવસ્થામાં સહભાગી થયેલા, વહીવટી તંત્ર, પોલીસ, વિવિધ ગામોના સ્વયંસેવકો તેમજ અદાણી પરિવારના તમામ સભ્યો, મેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, ગ્રાફિક્સ અને ડિઝાઇનિંગ સ્ટાફ, ફોટો-વિડીયો સ્ટાફ, લાઇટ-મંડપ, ટ્રાન્સપોર્ટ વિભાગ, જમણવાર અને રસોઇના કામદારો, સફાઇકામદારો સહિતના નાનામાં-નાના વ્યક્તિનું સ્ટેજ પર બોલાવી રક્ષિતભાઈ અને અમીબેન શાહે સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
કડકડતી શિયાળા વચ્ચે નવા આદેશો જારી, 12 સુધીની શાળાઓ આટલા દિવસો બંધ, રજાઓ વધી; ધુમ્મસ ગાઢ બનશે
Hotline News Hotline News January 7, 2026
વંદે ભારતને રોકવાનો પ્રયાસ, લોકો પાટા પર બેસી ગયા
UNSC: ફ્રાન્સ પછી બ્રિટને UNGA પ્લેટફોર્મ પરથી સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠકની હિમાયત કરી, જાણો શું કહ્યું
ધારાવીને ઘર તરીકે  સ્વીકારવામાં યુવતીઓનો ઇનકાર
સાવધાન… વેડિંગ વોટ્સએપ – ડિજિટલ આમંત્રણોમાં પણ સાયબર છેતરપિંડીનું જોખમ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?