ગુરુવારે રશિયાના દૂર પૂર્વ ક્ષેત્રમાં લગભગ 50 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન ગુમ થઈ ગયું. તે સાઇબિરીયાની અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત An-24 પેસેન્જર પ્લેન હતું. પ્લેન અમુર ક્ષેત્રના ટિંડા શહેર તરફ જઈ રહ્યું હતું ત્યારે તે રડારથી ગાયબ થઈ ગયું. આ પ્રદેશ ચીનની સરહદે આવેલો છે.
અત્યાર સુધી મળતી માહિતી અનુસાર, પ્લેનમાં 5 બાળકો સહિત 43 મુસાફરો સવાર હતા. આ સિવાય પ્લેનમાં 6 ક્રૂ મેમ્બર પણ હાજર હતા.
અમુર ક્ષેત્રના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે પ્લેનની શોધ માટે તમામ જરૂરી સંસાધનો એકત્રિત કરવામાં આવ્યા છે. ઇમરજન્સી મંત્રાલય અને અન્ય બચાવ એજન્સીઓ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન ચીનની સરહદે આવેલા ટિંડા શહેરની નજીક આવી રહ્યું હતું. આ વિસ્તારનું હવામાન અને દુર્ગમતા સર્ચ ઓપરેશનમાં પડકારો ઉભી કરી રહ્યા છે.


