પહલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઑપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ઑપરેશન સિંદૂરના કમાન્ડ સેન્ટરમાંથી જાહેર કરવામાં આવેલી તસવીરોમાંથી ખુલાસો થયો છે કે આ ઑપરેશન માટેના લોગોની ડિઝાઇન લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિંદર સિંહે તૈયાર કરી હતી.
આમાં મોટા બોલ્ડ અક્ષરોમાં OPERATION SINDOOR લખવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે SINDOOR શબ્દમાં એક ‘O’ને લાલ સિંદૂરથી ભરેલી વાટકીના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે. એમાંથી થોડું સિંદૂર છલકાયું હોય એવું દેખાય છે. બીજા ‘O’ પાસે આ સિંદૂર જાણે લોહીના ડાઘરૂપે દેખાય છે.