બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની વિપરીત અસર અંગે ચિંતા વધી રહી છે. ઘણાં દેશોમાં ઉંમરની ચકાસણી માટે નવા કાયદાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, મેટા અને અન્ય કંપનીઓ ઇચ્છે છે કે એપ સ્ટોર પર ઉંમરની ચકાસણીની જવાબદારી મૂકવામાં આવે.
આ પડકારો વચ્ચે મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બાળકોની સુરક્ષાને મજબૂત કરવા માટે એક નવું પગલું લેવામાં આવ્યું છે. હવે ઇન્સ્ટાગ્રામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા શોધી કાઢશે કે ટીનેજર્સ તેમની ઉંમર વિશે સાચી માહિતી આપી રહ્યાં છે કે નહીં. તે પણ ધ્યાનમાં લેવામાં આવશે કે કિશોરો ઇન્સ્ટાગ્રામ પર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યાં છે.
મેટા એ લોકોની ઉંમરનો અંદાજ કાઢવા માટે એઆઈનો ઉપયોગ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ હવે ટીનેજર્સ હોવાની શંકા હોય તેવા એકાઉન્ટ્સ પર ખાસ નજર રાખશે.
રાત્રે 10 વાગ્યાથી સવાર સુધી ’સ્લીપ મોડ’
ઇન્સ્ટાગ્રામ પર એકશન અંગેની વિડિઓઝ અથવા કોસ્મેટિક પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપતી પોસ્ટ્સ મર્યાદિત રહેશે. જો કોઈ કિશોર 60 મિનિટથી વધુ સમય માટે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેશે, તો તેને એક સૂચના મળશે.
રાત્રે 10 થી સવારે 7 વાગ્ય સુધી ’સ્લીપ મોડ’ રહેશે. આ સમય દરમિયાન, સૂચનાઓ બંધ કરવામાં આવશે અને સીધા સંદેશા પર ઓટો-રિપ્લાય મોકલવામાં આવશે. આ ફેરફાર દ્વારા ટીનેજર્સને અનિચ્છનીય કન્ટેન્ટ અને બિનજરૂરી સ્ક્રીનટાઇમથી સુરક્ષિત કરવામાં આવશે.
માતા-પિતાને નોટિફિકેશન મળશે
મેટાના જણાવ્યાં અનુસાર, એઆઈ વપરાશકર્તાઓની પ્રવૃત્તિઓને જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવશે. જ્યારે એકાઉન્ટ બનાવવામાં આવ્યું ત્યારે તે ચેક કરવામાં આવશે, યુઝર કેવા પ્રકારનું કન્ટેન્ટ જુએ છે અથવા લાઇક કરે છે અને પ્રોફાઇલમાં શું માહિતી આપવામાં આવી છે.
કંપની માતાપિતાને સૂચનાઓ મોકલશે, જેમાં તેઓને તેમનાં બાળકો સાથે યોગ્ય વય આપવાનાં મહત્વ વિશે વાત કરવાની સલાહ આપવામાં આવશે.