યુદ્ધ ભૂમિમાં ભારત સામે પરાજયની ક્ષણમાં યુદ્ધવિરામ સ્વીકારી પાકે હાલ તો તેના શસ્ત્રો મ્યાન કર્યા છે તો હવે સાયબર આક્રમણ વધાર્યુ છે અને ગુપ્તચર એજન્સીઆએ સાયબર એટેક સામે લોકોને સાવધ કર્યા છે. ‘ડાન્સ ઓફ હીલાટી’ નામના વાયરસનો આ પ્રકારે સાયબર એટેક માટે થઈ રહ્યો છે.
આ માલવેર વોટસએપ- ફેસબુક અને ટેલીગ્રામમાં ઘુસાડાયો છે. પાક સ્થિત સાયબર હેકર્સ આ માલવેર મારફત ભારતના યુર્ઝનના ફોનમાં તે ઘુસાડી રહ્યા છે. વિડીયો અને ડોકયુમેન્ટ મારફત આ માલવેર ઘુસાડાય છે અને તે બોલતા જ યુઝર્સની વ્યકિતગત માહિતી તેમાંથી ઉઠાંતરી થાય છે.
પંજાબ પોલીસે લોકોને આ પ્રકારના ડાન્સ ઓફ હિલાટી સામે લોકોને સાવધ રહેવા તાકીદ કરી છે. આ માલવેર તમારી બેન્કીંગ પાસવર્ડ વિ. ચોરી લે છે. આ ઉપરાંત પાક. તરફથી એક આવી રહેલા ફોન કોલ સાથે પણ ચેતવણી આપવામાં આવી છે. જેમાં સુરક્ષા એજન્સીઓ અનુસાર, ભારતના લોકો ખાસ કરીને પત્રકારો, સામાન્ય નાગરિકો અને નિવૃત્ત લશ્કરી અધિકારીઓને કેટલાક શંકાસ્પદ કોલ આવી રહ્યા છે.
જેમાં કોલ કરનાર પોતાને ભારતીય સેના અથવા કોઈ ગુપ્તચર એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે. આ લોકો હોશિયારીથી વાત કરે છે અને સેના સંબંધિત કામગીરી અથવા સંવેદનશીલ માહિતી વિશે પૂછે છે.
આ નંબર પરથી આવતા કોલ્સ તાત્કાલિક બ્લોક કરો જો તમને +91 7340921702 જેવા નંબર પરથી કોલ આવે છે, તો સાવચેત રહો. આ નંબર ભારતનો લાગે છે, પરંતુ તેમાં સ્પૂફિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે વાસ્તવિક નંબર છૂપાયેલો છે અને તમને નકલી નંબર દેખાય છે.
ફોન કરનાર ‘ઓપરેશન સિંદૂર’ જેવા વિષયો પર માહિતી માંગી શકે છે. યાદ રાખો કોઈ પણ વાસ્તવિક અધિકારી ફોન પર આવી માહિતી માંગતો નથી.