પહેલગામ આતંકી હુમલામાં ધર્મ પૂછી 26 જેટલા સહેલાણીઓનો ધર્મ પૂછી હત્યા કરનાર આતંકીઓ પૈકી 3 આતંકીઓના પોસ્ટર જાહેર કરી આ આતંકીઓની માહિતી આપનાર માટે 20 લાખનું ઈનામ સુરક્ષાદળોએ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છ કે પાક. પ્રેરિત આ આતંકી ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જાગ્યો હતો અને દુનિયાએ પણ આ આતંકી ઘટનાની ટીકા કરી હતી.
આ આતંકીઓનું પાલન પોષણ કરનાર પાકિસ્તાનને ભારતે ‘ઓપરેશન સિંદુર’ અભિયાન અંતર્ગત મોટો પાઠ ભણાવ્યો હતો અને આતંકીઓના અડ્ડા અને 100થી વધુ આતંકીઓનું નામો નિશાન ભારતીય સેનાએ મિટાવી દીધું હતું.
મહત્વની વાત છે કે જેમના આતંકી કૃત્યને લઈને ‘ઓપરેશન સિંદુર’ હાથ ધરવું પડેલું તેવા આતંકીઓ હજુ ઝડપાયા નથી. પહેલગામમાં હુમલો કરીને જંગલમાં નાશી છુટયા હતા.
પહેલગામ હુમલામાં સામેલ આ આતંકીઓના ઠેકાણાઓનો હજુ પતો નથી લાગ્યો. સુરક્ષા દળોએ આ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના પોસ્ટર જાહેર કર્યા છે અને તેમના માથા માટે 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે.
ભારતીય સેનાએ આ આતંકીઓનું પાલન પોષણ કરનાર પાકિસ્તાનને તો બરાબરનો પાઠ ભણાવ્યો. પરંતુ પહેલગામમાં આતંક મચાવનાર આતંકીઓ હજુ પકડાયા નથી ત્યારે સુરક્ષા દળોએ આ આતંકીઓના પોસ્ટર જાહેર કરી તેના માથા માટે, બાતમી આપનારને 20 લાખના ઈનામની જાહેરાત કરી છે.